સુરત જીલ્લાના પલસાણા તાલુકાના જોળવા ખાતે આવેલ ગાર્ડન સિલ્ક મિલમાં કામ કરતા કામદારોએ હંગામો મચાવ્યો હતો. કામદારો પગાર વધારા તેમજ અન્ય સેફ્ટીની માંગને લઈ ગેટની આગળ બેસી ગયા હતા. ઘટનાની જાણ થતાં પલસાણા પોલીસ સ્થળ ઉપર પહોંચી મામલો શાંત પાડ્યો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પલસાણા તાલુકાનાં જોળવા ખાતે આવેલ ગાર્ડન સિલ્ક મિલમાં કામ કરતાં કામદારોએ હંગામો મચાવ્યો હતો. 100 થી 150 જેટલા કામદારો પગાર તેમજ અન્ય સેફ્ટીના મુદ્દાને લઈ ગેટ આગળ બેસી ગયા હતા. કામદારો કોરોનાની મહામારી વચ્ચે તેમજ મોંઘવારીમાં પગારમાં વધારાની માંગ સાથે હંગામો મચાવ્યો હતો અને કામ દરમિયાન સેફટીના અભાવને લઈને પણ કામદારોમાં આક્રોશ જોવા મળ્યો હતો.
મિલમાં કામ કરતાં કામદારો ગેટની આગળ બેસી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ પલસાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તુરંત મામલો શાંત પાડ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500