સુરત જીલ્લાના પલસાણા પાડા ફળિયા હળપતિવાસની મહિલાઓએ પોતાના ફળિયામાં દેશી –વિદેશી દારૂના અડ્ડાઓ બંધ કરવા માટે પલસાણા પોલીસને વારંવાર લેખિત રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આ મહિલાઓ પોલીસ સ્ટેશન માથે લીધું હતું અને પલસાણા પોલીસ મથકે પહોંચતા જ પોલીસ દેશી દારૂના અડ્ડાઓ ઉપર રેડ પાડવા પહોંચી ગઈ હતી.
પલસાણા પાડા ફળિયા હળપતિવાસની મહિલાઓ છેલ્લા ઘણા સમયથી પોતાના ફળિયામાં દારૂ કોઈપણ વ્યક્તિને વેચવા ના દેતી હતી અને દારૂ સામે વિરોધ દર્શાવતી હતી અને છેલ્લા ચારથી પાંચ વર્ષના સમયગાળામાં દારૂનું વેચાણ બંધ રહ્યું હતું. પરંતુ છેલ્લા કેટલાક મહિનાથી હળપતિવાસ તથા આજુ-બાજુના વિસ્તારમાં સ્થાનિક હળપતિ સિલાબેન તેમજ નવીનભાઈ દ્વારા પૂરજોશમાં દારૂનો ધંધો શરૂ કર્યો હતો અને સીલા દ્વારા સ્થાનિક હળપતિઓની સાથે પણ દિનપ્રતિદિન દાદાગીરી કરવાનું શરૂ કર્યું હતું. જેથી સ્થાનિકો દ્વારા પલસાણા પોલીસ મથકે અરજી કરી દારૂની બદી દૂર કરવા જણાવ્યુ હતું.
તેમ છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા દારૂના અડ્ડાઓમાં વધારો જોવા મળ્યો હતો. જેથી હળપતિવાસની મહિલાઓ એક સંપ થઈ પલસાણા પોલીસ મથકે પહોંચી હતી અને પોલીસને ચેતવણી આપી હતી કે જો દારૂનું વેચાણ ફળિયામાંથી દૂર ન થશે તો અમે જનતા રેડ કરી કાયદો હાથમાં લઈશું, અને મહિલાઓ પોતાના ફળિયામાં નાના બાળકો મારફતે દારૂનો ધંધો કરાવતી હોવાનો વિડીયો લઈને પોલીસ સ્ટેશને પહોંચી હતી અને હાજર પોલીસને વિડીયો બતાવ્યો હતો. જેથી પોલીસ દારૂના અડ્ડાઓ ઉપર પહોંચી હતી. ત્યારબાદ પોલીસ પાડા ફળિયા હળપતિવાસમાં શીલા તેમજ નવીનને શોધી દારૂના કેસો કરવા માટેની કામગીરી હાથ ધરી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500