સુરતનાં માંડવી ખાતે રહેતી યુવતીના લગ્ન મુંબઈ ખાતે રહેતા યુવક સાથે થયા હતા જોકે લગ્નના થોડા દિવસો બાદ પતિ તેમજ સાસરિયાઓ પરિણીતા સાથે અવાર-નવાર લડાઈ ઝગડો કરતાં હતા. તેમજ દહેજની માંગણી કરી શારીરિક માનસિક ત્રાસ આપી જાનથી મારી નાંખવાની ધમકી આપતા પરિણીતા તેના માતા પિતાના ઘરે આવી ગઈ હતી અને સાસરિયાઓ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, માંડવીના ધોબણી નાકા ખાતે રહેતા હરીશંકર ભગવાનદાસ શર્મા ફેરીનું કામ કરી ગુજરાન ચલાવે છે અને તેમની 27 વર્ષીય દીકરી નીતુબેનના લગ્ન ગત તા.22/02/19નાં રોજ મૂળ યુ.પીના અને હાલ મુંબઇ ચાંદીવલ્લી, અંધેરી ખાતે શાંતિસદન સોસાયટીમાં રહેતા વિવેક રાજેશભાઈ શર્મા સાથે થયા હતા.પરંતુ લગ્નના થોડા દિવસો બાદ સાસરિયાઓએ તેને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું અને પતિ વિવેક શર્માએ ગિરિશાબેન રાજેશભાઈ શર્મા, રાજેશભાઈ શ્યામલાલ શર્મા, મનીષ રાજેશ શર્મા તેમજ વિશાલ રાજેશ શર્મા નાઓએ નીતુની માતાને ફોન કરી ફ્રિજ, એ.સી, વોશિંગ મશીનની માંગ શરૂ કરી હતી અને પતિ વિવેક જણાવતો હતો કે તું મને ગમતી નથી મે મારા પિતાના કહેવાથી તારી સાથે લગ્ન કરેલ છે. હું તને રાખવાનો નથી વિવેકનું કોઈ અન્ય છોકરી સાથે અફેર હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ નીતુ શર્મા સાસરિયાઓના ત્રાસથી કંટાળી પિયર માંડવી ખાતે આવી ગઈ હતી.ત્યારબાદ સાસરિયાઓ સમાધાન કરી તેને મુંબઈ ખાતે લઈ ગયા હતા અને થોડા દિવસો બાદ ફરી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું જેથી નીતુના ભાઈએ 15,000/- રૂપિયા તેના સસરાના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા તેમ છતાં હજુ પૈસાની માંગણી કરી હતી અને દહેજ ન આપતા સાસરિયાંઓ નીતુને ઢીક મુક્કીનો માર મારી શારીરિક માનસિક ત્રાસ આપી જાનથી મારી નાંખવાની ધમકી આપતા હોય નીતુના પિતાએ જમાઈને રોકડ 72 હજાર તથા 15,000/- અને એક બાઇક લઈ આપી હોવા છતાં સાસરિયાઓની દહેજની ભૂખ ન સંતોષાતા તેઓ નીતુને ત્રાસ આપતા નીતુએ ઉપરોક્ત પાંચેય વ્યક્તિ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application