સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં બલેશ્વર ખાતેથી પોલીસે કતલ કરવાના ઇરાદે લવાયેલ ગૌવંશ પકડી પાડ્યા હતા. જે ગુનામાં સંડોવાયેલ વોન્ડેટ શખ્સને એલસીબી પોલીસે બલેશ્વર નેશનલ હાઈવે નંબર-48 ઉપરથી ઝડપી પાડ્યો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પલસાણા તાલુકાનાં બલેશ્વર ગામે ઈદગાહ ફળિયામાં ઈદગાહ મસ્જિદની પાછળથી પોલીસે કતલ કરવાના ઇરાદે લવાયેલ ગૌવંશ પકડી પાડ્યા હતા અને ગુનો નોંધી એક શખ્સને વોન્ડેટ જાહેર કર્યો હતો. ત્યારબાદ સુરત જિલ્લા એલસીબી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે, વોન્ડેટ શખ્સ રફીક શબ્બીર શા (રહે.બલેશ્વર ગામ,ઈદગાહ ફળિયું,તા.પલસાણા) ને બલેશ્વર નેશનલ હાઈવે-48 ઉપર રિલિફ હોટલ નજીકથી ઝડપી પાડ્યો હતો અને ગુનાની કબૂલાત કરતાં એલસીબી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500