Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રોંગ નંબરથી શરૂ થયેલા પ્રેમનો કરૂણ અંજામ, પ્રેમીના હાથે જ પ્રેમીકાની હત્યા

  • September 05, 2021 

બે વર્ષ પહેલા રોંગ નંબર ડાયલ થવાને કારણે પરિચયમાં આવ્યા બાદ થયેલા પ્રેમ પ્રકરણનો કરૂણ અંજામ આવ્યો છે. પ્રેમીકાને પ્રેમીના પરિણીત અને ત્રણ સંતાનનો હોવાનો ખ્યાલ ન હતો અને એકાએક થોડા દિવસ પહેલા સુરત જિલ્લાના કીમ નજીક રહેતા પ્રેમીના ઘરે આવી લગ્ન કરવાની જીદ કરતા પ્રેમીએ મહારાષ્ટ્રના નંદુરબાર ફરવા જવાને બહાને લઈ ગયા બાદ ત્યાં કાસળ કાઢી નાંખ્યું હતું. બનાવ અંગે નંદુરબાર પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી તે દરમિયાન સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે હત્યારાને ઝડપી પાડી નંદુરબારનો હત્યાનો કેસ ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો હતો.

 

 

 

 

 

સુત્રોના જણાવ્યા મુજબ, થોડા દિવસ પહેલા મહારાષ્ટ્રના નંદુરબારમાંથી યુવતીનું માથુ, હાથ કાપી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. જે અંગે નંદુરબાર પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવતીનો યુવક સાથે પ્રેમ સંબંધ હોવાનુ બહાર આવ્યું હતુ અને તેના જ પ્રેમી હત્યા કરી હોવાની આશંકા સાથે તે દિશામાં તપાસ હાથ ધરી હતી. નંદુરબાર પોલીસની તપાસ વચ્ચે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે આ હત્યા કેસમાં સુરત જિલ્લાના કીમ નજીક આવેલ લીમોદરા પાટીયા ખાતે રહેતા વિનયકુમાર રામજનમ રાય (ઉ.વ.૩૭) ને ઝડપી પાડ્યો હતો.

 

 

 

 

 

પોલીસની પ્રાથમિક પુછપરછમાં ડાઈંગ મીલમાં માસ્ટરનું કામ કરતા વિનયકુમારે પ્રેમીકાની હત્યાની કબુલાત કરતા જણાવ્યું હતું કે, પોતે પરિણીત છે અને ત્રણ સંતાનનો પિતા છે. બે વર્ષ તેના મોબાઈલમાં યુવતીનો રોંગ નંબર ડાયલ થયો હતો ત્યારબાદ બંને જણા વાતચીત કરતા પ્રેમસંબંધ થયો હતો. યુવતીને ખબર ન હતી તે વિનયકુમાર પરિણીત છે. દરમિયાન થોડા દિવસ પહેલા યુવતી તેના લીમોદરા ખાતેના ઘરે આવી ગઈ હતી અને લગ્ન કરવાની જીદ કરતી હતી. જેથી વિનયકુમારે તેની હત્યા કરવાનું નક્કી કરી મહારાષ્ટ્રના નંદુરબાર ખાતે ફરવાને બહાને લઈ ગયો હતો અને ત્યાં તેની હત્યા કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે વિનયકુમારની ધરપકડ કરી તેનો કબ્જો નંદુરબાર પોલીસને સોપવાની તજવીજ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application