સુરતના રિંગરોડ વણકર ટેક્ષટાઈલ માર્કેટમાં રક્ષિતા ક્રિએશનના નામે ધંધો કરતા વેપારીએ નવસારીના વેપારી પાસે સાડી ઉપર રૂપિયા ૧૪.૨૩ લાખનો જાબવર્કનું કામ કરાવ્યા બાદ પેમેન્ટ નહી આપી દુકાન બંધ કરી ભાગી ગયો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, નવસારી વિજલપોર સરદાર પટેલ ટાઉનશીપમાં રહેતા સતીષભાઈ સુરેશભાઈ ભીંડેએ ગતરોજ સુરજસિંહ હિમસિંહ રાજપુત સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે, આરોપીની રીંગરોડ વણકર ટેક્ષટાઈલ માર્કેટમાં રક્ષિતા ક્રિએશનના નામે ધંધો કરે છે અને તો ગત તા.૨૭ ડિસેમ્બર-૨૦૧૮ થી ૬ જુન-૨૦૧૯ સુધીમાં અલગ-અલગ બીલથી સાડી ઉપર જાબવર્ક કરાવ્યું હતુ, જેની મંજુરીના રૂપિયા ૧૪,૨૩,૨૭૯/- લેવાના નીકળતા હતા. સતીષભાઈ દ્વારા જાબવર્કનું પેમેન્ટની અવાર-નવાર ઉઘરાણી કરવા છતાંયે પેમેન્ટ ચુકવી આપવાના ખોટા વાયદાઓ આપી સમય પસાર કર્યા બાદ દુકાન બંધ કરી વતન નાસી ગયો હતો તેમજ ફોન પર ઉઘરાણી કરતા જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પોલીસે સતીષભાઈની ફરિયાદ લઈ સુરજસિંહ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500