Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલી : એ.ટી.એમ વોટર સર્વિસમાં અનિયમીતતા આવતા નગરજનોએ ફરિયાદ કરતાં તંત્ર હરકતમાં આવ્યું

  • September 05, 2021 

સુરતના બારડોલી નગરમાં ચાલતા એ.ટી.એમ વોટર સર્વિસમાં અનિયમીતતા આવતા તેમજ પાણીની ગુણવતા ન જળવાતી હોય જેથી નગરજનોએ ફરિયાદ કરતાં પાલિકા તંત્ર તુરંત હરકતમાં આવ્યું હતું અને વોટર સપ્લાય કરતાં વાહનોને પાલિકા ખાતે મુકાવી દીધા હતા. નગરજનોને સસ્તું અને ગુણવતા યુક્ત પાણી મળી રહે તે માટે આ એ.ટી.એમ વોટર સર્વિસ શરૂ કરવામાં આવી હતી અને જેનો કોન્ટ્રાક્ટ નાસિકની એજન્સીને સોંપવામાં આવ્યો હતો. પરંતુ યોગ્ય સર્વિસ અને ગુણવતા યુક્ત પાણી નગરજનોને ન મળતા પાલિકા દ્વારા વોટર સપ્લાય કરતાં વાહનો ગત તા.03 સપ્ટેમબરના રોજ બપોર બાદ પાલિકા કેમ્પસમા મુકાવી દીધા બાદ એજન્સીને જાણ કરી હોવાનું જાણવા મળેલ હતું.

 

 

 

 

 

મળતી માહિતી અનુસાર, બારડોલી નગરજનોને ઘર આંગણે પીવાના ઠંડા પાણીની સુવિધા મળી રહે તે માટે પાલિકા દ્વારા એક વર્ષ અગાઉ જળતૃપ્તિ યોજના હેઠળ જીવનધારા મોબાઈલ વોટર એ.ટી.એમ સર્વિસ શરૂ કરવામાં આવી હતી. જેમાં એક રૂપિયામાં એક લિટર, પાંચ રૂપિયામાં સાત લિટર જ્યારે એટીએમ કાર્ડથી 10 રૂપિયામાં 20 લિટર પાણી આપવાનું નક્કી કરાયું હતું અને જેનો કોન્ટ્રાક્ટ એક વર્ષ અગાઉ નાસિકની પ્રથમેશ એન્ટરપ્રાઇઝ, પંચવટી નામની એજન્સીને સોંપવામાં આવ્યો હતો અને પાલિકા દ્વારા આ એજન્સીને બારડોલીના વોટર વર્કસ નજીક 500 મીટરની જગ્યા આપવામાં આવી હતી અને એજન્સી પાલિકાના વોટર વર્ક્સનું પાણી ફિલ્ટર કરી નગરજનો સુધી પહોંચાડતી હતી અને પાલિકા દ્વારા તેની પાસેથી લાઇટબિલ તેમજ જગ્યાના ભાડાની રકમ ચૂકવવાનું નક્કી થયું હતું.

 

 

 

 

 

 

નગરજનો આ મોબાઈલ એટીએમ સર્વિસ દ્વારા ઠંડુ પાણી ખરીદી રહ્યા હતા. પરંતુ થોડા માસ સમયસર સર્વિસ આપ્યા બાદ આ એજન્સી દ્વારા નગરજનોને સમયસર સર્વિસ ન આપતી હોય તેમજ પાણીની પણ ગુણવતા જળવાતી ન હોવાથી કેટલાક નગરજનોએ આ અંગે પાલિકામાં જાણ કરી હતી તેમજ એજન્સીએ પાલિકા સાથે નક્કી થયેલ ભાડું 8 માસથી ચૂકવ્યું ન હતું તેમજ લાઇટબિલ પણ ભરતી ન હોય જેથી પાલિકા તંત્ર હરકતમાં આવી નાસિકની પ્રથમેશ નામની એજન્સી સામે કડક પગલાં ભર્યા હતા અને બારડોલીમાં વોટર સપ્લાય કરતાં એજન્સીના વાહનોને પાલિકા કેમ્પસમાં લાવી મૂકી દેવામાં આવ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application