Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત : સોસાયટીમાં હંગામો કર્યા બાદ તોડ-ફોડ કરનાર ત્રણેય યુવકની ધરપકડ

  • January 04, 2021 

કડોદરા સરગમ કોમ્પ્લેક્ષ્ની પાછળ આવેલ સાંઈકૃપા રેસિડેન્સીમાં રહેતો મિતેશકુમાર રામચંદ્ર મંડલ(ઉ.વ.૨૬, મૂળ.બિહાર) અને તેનો મિત્ર શ્રવણકુમાર રાય સાથે જમીને ચાલતા-ચાલતા સોસાયટીની બહાર આવેલા પાનના ગલ્લે પાન ખાવા માટે ગયા હતા. જ્યાં રસ્તામાં મિતેશભાઈ તેમના અન્ય મિત્ર સાથે ઉભા રહી ગયા હતા અને શ્રવણકુમાર પાનના ગલ્લે પાન લેવા ગયા હતા.

 

 

 

જ્યાં હાજર સંજય શુક્લા, પપ્પુ તેમજ આયુષ એકબીજા સાથે મોટે-મોટેથી ગાળો આપી વાતો કરતા હતા તો શ્રવણકુમારે ગાળો નહિ બોલવા કહ્યું હતું જે વાત ને લઈ ત્રણેય યુવાનો ઉશ્કેરાઈ જઈ અગાઉ પણ સોસાયટીમાં આવતા તે રોક્યા હતા જેનો વેર રાખી શ્રવણકુમાર સાથે મારા-મારી કરી હતી અને જ્યારે સંજય મિત્રને બચાવવા આવતા સંજયને પણ લાકડાના ડંડા વડે મારી સોસાયટીમાં આવવાની ના પડશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યારબાદ ત્રણેય યુવાનોએ હંગામો કરી સોસાયટીમાં પાર્ક કરેલી ૬ કારના કાચ પણ તોડી નાખી ધમાલ મચાવી હતી.

 

 

 

આ ઘટનાની જાણ કડોદરા પોલીસને થતા પોલીસે ત્રણેય યુવાનોને ઝડપી પાડી તેઓની વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application