સુરતના અમરોલી ખાતે એક સોસાયટીમાં ગતરોજ રાત્રે પાર્ક કરેલી ત્રણેય બાઈકમાં એકસાથે આગ લગતા નાસભાગ થઈ જવા પામી હતી.
ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ, અમરોલીના ગણેશપુરા ખાતે આવેલી એક સોસાયટીના રહેતા યોગેશભાઈ ભાર્ગવ, જ્યંતિભાઈ પરમાર અને જયદીપ શાહુએ ગતરોજ રાત્રે ઘર પાસે બાઈક પાર્ક કરેલી હતી અને મોડી રાત્રે રહસ્યમય સંજોગોમાં વારા ફરથી ત્રણેય બાઇકમાં સળગવા લાગી હતી જેને કારણે સ્થળ ઉપર નાશભાગ મચી ગઈ હતી.
આ ઘટના અંગે ફાયર-બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરના કર્મચારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને થોડા જ સમયમાં આગ ઓલાવી ઘટના ઉપર કાબુ મેળવી લીધી હતી. ફાયર ઓફિસરએ જણાવ્યું હતું કે, જે નવી બાઈક હતી તેની બેટરીમાં સ્પાર્ક થવાને કારણે આગ લાગી હોવાની શક્યતા છે અને અન્ય બાઈકો નજીક-નજીકમાં જ પાર્ક કરેલી હોવાથી ત્રણેય બાઇકમાં આગ પકડી લીધી હતી. જોકે, ફાયર-જવાનોએ આગ કાબૂમાં લેવાથી સદનસીબે નજીકમાં જ મીટર પેટી અને મકાન બચી ગયા હતા તથા આગને લીધે ત્યાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ ન હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500