Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કારનો કાચ તોડી ૭૦ હજારની મ્યુઝિક સીસ્ટમની ચોરી કરી ચોરટાઓ ફરાર

  • September 06, 2021 

સુરતના ઇચ્છાનાથ નહેરુનગર, સોમનાથ મંદિર પાસે ઘરની બહાર કાર પાર્ક કરી યુવક રાત્રીના સમયે ઘરે હતો ત્યારે કોઇ અજાણ્યા ઇસમોએ તેમની કારને નિશાન બનાવી હતી. રાત્રીના સમયે કોઇ ઇસમે કારનો કાચ તોડી અંદર પ્રવેશી કારમાં ફિટ કરેલ સાઉન્ડ સિસ્ટમની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. બનાવને પગલે બીજા દિવસે સવારે યુવાનને જાણ થતા તેઓએ આ મામલે ઉમરા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ઉમરા પોલીસે અજાણ્યા ઇસમ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

 

 

 

 

 

બનાવની વિગત એવી છે કે, ઇચ્છાનાથ નહેરુનગર નજીક સોમનાથ મંદિરની પાસે આવેલ તિરુમાલા એપાર્ટમેન્ટમાં રહેતા રાજુ પંજાબી (ઉ.વ.૩૩) અને તે એક વેપારી છે. ગતરોજ રાત્રે આઠ વાગ્યાના અરસામાં તેઓ ઘરે આવ્યા બાદ તેમની જીજે-૦૫-આરઇ-૫૭૬૯ નંબરની સ્વીફટ કાર તીરૂમાલા ઍપાર્ટમેન્ટ પાસે બહાર આવેલ નહેરૂનગર સોસાયટીના જાહેર રોડ પર પાર્ક કરી હતી. રાત્રીના સમયે કોઇ અજાણયા ચોર ઇસમોએ રાજુ પંજાબીની કારને નિશાન બનાવી કારના ડ્રાઇવિંગ સાઇડનો કાચ તોડી ગાડીમાં ફિટ કરેલ ૭૦ હજાર મત્તાની સાઉન્ડ સિસ્ટમની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. બનાવને પગલે બીજા દિવસે સવારે  રાજુ પંજાબીને જાણ થતા તેઓએ આ મામલે ઉમરા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ઉમરા પોલીસે અજાણયા ઇસમ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. (ફાઈલ ફોટો)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application