Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Police action : ગેસ સિલિન્ડરની ચોરી કરનાર ઝડપાયો, પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

  • April 25, 2022 

સુરતનાં સરથાણા અને અમરોલી વિસ્તારમાં 25 જેટલા ગેસ સિલિન્ડરની ચોરી કરવામાં આવી હતી. જોકે આ બનાવમાં પોલીસે એકને ઝડપી પાડ્યો હતો. જોકે પકડાયેલ આ ચોર સંજય છેલ્લા એક મહિનાથી સરથાણા અને અમરોલી વિસ્તારમાં ગેસ સિલિન્ડરની ચોરી કરતો હતો અને ચોરી કરેલા ગેસ સિલિન્ડર રૂપિયા 1700/-માં વેચી પોતાનું ગુજરાન ચલાવતો હતો તેમજ સંજયની સાથે ગેસ સિલિન્ડર ખરીદનારની પણ ઝડપી પાડ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરતનાં સરથાણા અને અમરોલી વિસ્તારમાં એક મહિનાથી સિલિન્ડર ચોરીની ઘટનાઓ વધી રહી હતી જેની ફરિયાદો આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી અને સિલિન્ડર ચોરીની ઘટના યોગીચોક, સાવલિયા સર્કલ, શ્યામધામ ચોક વગેરે વિસ્તારોમાં આવેલી સોસાયટીનાં પાર્કિંગમાંથી ઘર વરરાશમાં ઉપયોગમાં લેવાતા ગેસ સિલિન્ડરની ચોરીની ઘટના સામે આવતી હતી. 

જેથી પોલીસે બાતમીદારોને મદદથી સિલિન્ડર ચોરી બાબતે વોચ ગોઠવી હતી અને સરથાણા ખાતે જ રહેતા સંજય માણીયા નામના ઈસમને ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ શરૂ કરી હતી. પકડાયેલા આરોપીએ કુલ 25 કરતાં વધુ સિલિન્ડરની ચોરી કર્યાની કબૂલાત કરી હતી અને આ ચોરી કરેલ સિલિન્ડર રૂપિયા 1500થી 1700માં વેચી દઈને પોતાના જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદતો હતો. ત્યારબાદ પકડાયેલા આરોપી પાસેથી પોલીસે 15 જેટલા સિલિન્ડર કબજે કર્યા હતા અને તેના વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી હતી, જયારે પકડાયેલા આરોપીએ 10 જેટલા સિલિન્ડર આરોપી સુંદરને વેચી દીધા હોવાની કબૂલાત કરી હતી. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application