સુરત જીલ્લાના પલસાણા ખાતે મિઢોળા નદી પુલ નજીક માખીંગા ગામે હાઈવે પર આગની ઘટના બની હતી. કડોદરા તરફથી નવસારી તરફના હાઈવે પરથી ટેન્કર નંબર જીજે/06/એયુ/1875 પસાર થઈ રહ્યું હતું. દહેજથી નીકળેલું ટેન્કર મુંબઇ જઈ રહ્યું હતું. જોકે માખીંગા નજીક આવતા ટેન્કરમાં ખામી સર્જાતા ટેન્કર ચાલક ટેન્કર દિશા બદલી પલસાણા તરફ ગેરેજમાં બતાવવા આવી રહ્યો હતો. તે સમય દરમિયાન એકાએક આગ ભભૂકી ઉઠી હતી. આ બનાવ અંગે બારડોલી ફાયર-બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયર-બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો. જોકે, સદનસીબે કોઈપણ પ્રકારની જાન-હાનિ ટળી હતી.
ટેન્કરમાં કાસ્ટિંગ સોડા ભરેલું હતું. જે સામાન્ય રીતે સાબુની બનાવટમાં વાપરવામાં આવે છે. જેથી આગ એ મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. હાઈવે પર આગની ઘટનાને લાઇ થોડીવાર વાહન વ્યવહારને પણ આંશિક અસર જોવા મળી હતી.(ફાઈલ ફોટો)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application