સુરત જીલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામે આવેલ સરકારી વિજ્ઞાન કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતો અને હાલ સરકારી કુમાર છાત્રાલય વાંકલ ખાતે રહેતા ઉમરપાડાના એક વિદ્યાર્થીએ રૂમમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી પોતાનું જીવન ટુંકાવ્યું હતું.
સુરત જીલ્લાના ઉમરપાડા ખાતે ટેડગા ફળિયામાં રહેતો 20 વર્ષીય યુવક એલિસન વનરાજભાઈ વસાવા વાંકલ ખાતે આવેલ સરકારી વિજ્ઞાન કોલેજમાં એસ.વાય બીએસસીમાં અભ્યાસ કરતો હતો. યુવક કોલેજમાં અભ્યાસ માટે ગયો ન હતો અને છાત્રાલયના રૂમમાં રોકાયો હતો. યુવકે કોઈક કારણોસર છાત્રાલયના રૂમમાં ચાદર વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી અન્ય વિદ્યાર્થીઓ જ્યારે છાત્રાલયમાં સાંજે પરત ફર્યા ત્યારે આ યુવકની લાશ ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી.
આ ઘટનાની જાણ માંગરોળ પોલીસને થતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર પરેશકુમાર નાઈ સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પોલીસે કટરથી દરવાજો તોડી યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો યુવકે કયા કારણોસર આત્મહત્યા કરી તે જાણી શકાયું નથી પરંતુ ચાલતી ચર્ચા મુજબ યુવકે પ્રેમ પ્રકરણમાં આત્મહત્યા કરી હોવાનું હાલ માનવામાં આવી રહ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500