રાજ્યમાં ગુનાઓનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. ત્યારે બારડોલીમાં આજે ધોળા દિવસે એક મોટી ઘટના બની છે,
સુરત જિલ્લાના બારડોલીમાં ધોળા દિવસે ગોળી મારીને એક વ્યક્તિની હત્યા કરી નાંખવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા છે.
બારડોલીમાં નાંદીડા ચાર રસ્તા પાસે ગુરુવારે ભર બપોરે ગ્લાસ શો રૂમના માલિકની બાઈક પર આવેલા ત્રણ અજાણ્યાઓએ છાતીના ભાગે એક રાઉન્ડ ગોળી મારી હત્યા કરી ફરાર થઈ જતા ભારે ચકચાર મચી છે. બનાવની જાણ થવાની સાથે પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. આ પ્રકરણમાં હત્યા કરાઈ હોવાની આશંકા સાથે પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી શંકાના આધારે એક જણાની અટકાયત કરી પુછપરછ શરૂ કરી છે.
જિલ્લા પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ, બારડોલી હનુમાન ટેકરી પાસે રહેતા અને બારડોલીના નાંદીડા ચાર રસ્તા નજીક શ્રી રામ ગ્લાસનો શો રૂમ ધરાવતા 35 વર્ષીય નિખિલ સુધીરભાઇ પ્રજાપતિ આજે બપોરે ઓફિસે જતા હતા. તે વખતે બાઇક પર ત્રિપલ સવાર આવેલા પૈકી વચ્ચે બેસેલા અજાણ્યાએ નીખીલભાઈ ઉપર પોઈન્ડ બ્લેન્ક રેન્જથી એક રાઉન્ડ ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા. નિખીલભાઈને ગોળી છાતીના ભાગે વાગતા રોડ પર ફસડી પડ્યા હતા. બીજી તરફ ફાયરિંગનો અવાજ આવતા આજુબાજુની દુકાનમાંથી લોકો દોડી આવ્યા હતા અને લોહી લુહાણ હાલતમાં રોડ પર પડેલા નિખીલભાઈને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં તેમનું ટુંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
નાંદીડા ચાર રસ્તા પાસે યુવકની ગોળી મારી હત્યા કરી બાઈક પર આવેલા અજાણ્યાઓ ફરાર થઈ ગયા હોવાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ તેમજ બારડોલી પીઆઈ પી.વી.પટેલ સહિતના કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. તો બીજી તરફ એલસીબી અને એસઓજીની ટીમ પણ સ્થળ પર પહોચી ગઈ હતી અને નાકાબંધી કરી હત્યારાઓને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.
આઠ મહિના પહેલા ચપ્પુથી હુમલો થયો હતો
નિખીલ પ્રજાપતિની આજે ધોળા દિવસે નાંદીડા ચાર રસ્તા પાસે તેની દુકાન પાસે બાઈક પર આવેલા અજાણ્યાઓ ગોળી મારી હત્યા કરી ફરાર થઈ જતા ભારે ચકચાર મચી છે. નિખીલની હત્યા કરનારા અજાણ્યાઓને ઝડપી પાડવા માટે પોલીસે તમાસના ચક્રોગતિમાન કર્યા છે પરંતુ હત્યારાઓ અંગે કોઈ કડી મળી નથી ત્યારે નિખીલ પ્રજાપતિ ઉપર ગત તા.24 જાન્યુઆરીના રોજ પણ આ જગ્યા ઉપર તેણી વેગનઆર કારમાં બેસવા જતી વખતે અજાણ્યાએ મોઢાના ભાગે ચપ્પુથી હુમલો કર્યો હતો પરંતુ નિખીલભાઈએ બચાવ માટે હાથ આગળ ધરી દેતા હાથના ભાગે ઈજા પહોંચી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500