સુરત શહેરના અડાજણમાં રહેતા એડવોકેટનો પીપલોદ લક્ષ્મી નારાયણ એર્પાટમેન્ટમાં આવેલ બે ફ્લેટ તેમની જાણ બહાર બારોબાર મુળ ફ્લેટના માલીકે વેચાણ કરી પાર્ટીને દસ્તાવેજ બનાવી આપી છેતરપિંડી કરી હતી.
ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા મુજબ, અડાજણ મક્કાઈપુલ પાસે જય અંબે સોસાયટીમાં રહેતા અને નાનપુરા પોલીસ ચોકી પાછળ ઓફિસ ધરાવતા એડવોકેટ અશ્વીનકુમાર અમ્રુતલાલ પેઈન્ટર (ઉ.વ.૬૨) ગત તા.૨૫ માર્ચ-૨૦૧૪ થી ૨૨ એપ્રિલ-૨૦૧૪ના સમયગાળામાં પીપલોદ લક્ષ્મી નારાયણ એપાર્ટમેન્ટમાં આવેલ બે ફ્લેટ અશોકભાઈ માધવજી વાજા (રહે.પ્રતિષ્ઠા એપાર્ટમેન્ટ,પીપલોદ) પાસેથી કુલ રૂપિયા ૨૧,૫૧,૦૦૦/-માં ખરીદ્યો હતો અને તેનો સ્ટેમ્પ પેપર ઉપર કબ્જા સહિતનો વેચાણ કરાર પણ નોટરી રૂબરૂમાં કરી આપ્યો હતો. અશ્વીનકુમારે આ બંને જાઈન્ટ ફ્લેટ સારુ વળતર મળે એ આશાએ રોકાણ કયું હોવાથી ફલેટમાં રહેવા માટે ગયા ન હતા અને અશોક વાજાને દસ્તાવેજ બનાવી આપવા માટે અવાર-નવાર કહેવા છતાંયે અશોક વાજા ફ્લેટ રોકાણના હેતુથી રાખ્યો છે સારી કિંમત આવશે ત્યારે જેને વેચાણ કરશો તે ગ્રાહકના નામે દસ્તાવેજ કરી આપવાનુ કહી દસ્તાવેજનો ખોટો ખર્ચો ન કરવા જણાવી વિશ્વાસ ભરોસો આપ્યો હતો. ત્યારબાદ સન ૨૦૧૮ એપ્રિલમાં અશોક વાજાના ઘરે ધાર્મિંક પ્રસંગે બહારગામથી કેટલાક મહેમાનો આવવાના હોવાથી તેમને પંદર દિવસ રાખવા માટે પ્લેટની ચાવી લીધી હતી અને ત્યારબાદ ફ્લેટની ચાવી કોઈ સારી પાર્ટી આવશે તો સારા ભાવે વેચા કરાવી આપીશ અને ફ્લેટની સાફ સફાઈ મેન્ટેનન્સ બહાને પોતાની પાસે જ રાખી મુકી હતી.
દરમિયાન અશ્વીનકુમારને ખબર પડી કે અશોક વાજા આઈસીઆઈસીઆઈ બેન્ક સાથે ગોલ્ડ લોનના કૌભાંડમાં સંડોવાયેલા છે. જેથી તેઓ પોતાના ફ્લેટની ચાવી લેવા માટે ઘરે ગયા ત્યારે અશોક વાજા ઘરે મળી આવ્યા ન હતા અને તેની પત્નીએ પણ કોઈ માહિતી આપી ન હતી જેથી અશ્વીનકુમાર તેમના ફ્લેટમાં જતા ત્યાં અમરજીત મહેશ પાનવાલા નામનો વ્યકિત રહેતા હોવાનુ જોઈ ચોકી ઉઠ્યા હતા અને તેની પુછપરછ કરતા સન-૨૦૧૮માં ફ્લેટ અશોક વાજા પાસેથી ખરીદ્યો હોવાનું જણાવી દસ્તાવેજ પણ બતાવ્યો હતો. અશ્વનીકુમાર પેઈન્ટરને ખ્યાલ આવી ગયો કે, અશોક વાજાએ તેની જાણ બહાર બારોબાર ફ્લેટ વેચી નાંખી છેતરપિંડી કરી છે. ક્રાઈમ બ્રાન્ચે અશ્વીનકુમારની ફરિયાદ લઈ અશોક વાજા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500