સુરતના મોરાભાગળ નજીક એક જૂનું અને જર્જરિત મકાનનો ભાગ ધરાશઈ થઇ જતા ભાગદોડ મચી ગઇ હતી અને એટલું જ નહીં પણ સવારે બનેલી આ ઘટના બાદ મકાનના કાટમાળ નીચે પાંચ વાહનો દબાઈ ગયા હતા. જોકે, ફાયરના જવાનોએ ઘટનાની જાણ બાદ તાત્કાલિક દોડી આવી રાહતની કામગીરી હાથ ધરી હતી.
ફાયર વિભાગે જણાવ્યું હતું કે, મોરાભાગળ ફાયર સ્ટેશનની બાજુમાં જ આવેલુ લાકડાનું જૂનું અને જર્જરિત થઇ ગયેલ એક મકાનની દિવાલ, ગેલેરી અને પતરાં સહિતનો ભાગ આજરોજ સવારે ધરાશઈ થઇ ગયો હતો. મકાનનો કાટમાળ પડતા જ સ્થળ ઉપર હાજર લોકો તેમજ સ્થનિકોમાં અફરાતફરી મચી ગઈ હતી. મકાનના કાટમાળ નીચે પાર્ક કરેલ સ્પ્લેન્ડર, રાજદૂત, સ્ટનર સહીત પાંચ બાઈકો દબાઈ ગઈ હતી.
ઘટનાની જાણ બાદ મોરાભાગળ ફાયર સ્ટેશનના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કાટમાળ નીચે દબાયેલા વાહનો બહાર કાઢ્યા હતા તેમજ કાટમાળ હટાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. ઘટના અંગે જાણ કરવામાં આવતા પાલિકના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા અને જર્જરિત થઇ ગયેલ ભાગને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને મકાન જૂનો અને જર્જરિત થઇ ગયો હોવાથી ત્યાં કોઈ રહેતું નહીં હતું જેથી ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ ન હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500