Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ફૂટપાથ ઉપરથી અજાણ્યા યુવકની હત્યા કરાયેલી લાશ મળતા પોલીસ દોડતી થઈ

  • December 14, 2021 

સુરત શહેરનાં પાંડેસરા વિસ્તારમાં આવેલ પ્રભુનગરની સામે કૈલાશ ચોકડીથી ગાંધી કુટિર જતા રોડના ફૂટપાથ ઉપરથી એક અજાણ્યા યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસ દોડતી થઇ ગઇ હતી. હત્યારા દ્વારા અજાણ્યા યુવકને તિક્ષ્ણ હથિયારથી પેટ, છાતી અને ગળાના ભાગે ઘા મારી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પાંડેસરા પોલીસે જણાવ્યું હતું કે, સોમવારની મોડી સાંજે પાંડેસરા ગાંધી કુટિર જતા રોડના ફૂટપાથ ઉપર એક અજાણ્યા યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.જોકે ઘટના અંગેની જાણ પાંડેસરા પોલીસને મળતા પાંડેસરા પોલીસનો સ્ટાફ ત્યાં ઘટના સ્થળે પહોંચી પોલીસે તપાસ કરતા અજાણ્યા યુવકને તિક્ષ્ણ હથિયારથી પેટ, છાતી અને ગળામાં ગંભીર જીવલેણ ઇજા પહોંચાડવામાં આવી હોવાનું તપાસ દરમિયાન ખુલ્યું હતું. પોલીસે અજાણ્યા મરણ જનારની લાશનો કબ્જો લઇ પોસ્ટમોર્ટમ અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી. મૃતક યુવકના હાથ પર એક સુનિલ નામનું ટેટૂ પણ છે. બનાવ અંગે પોલીસે હત્યારા સામે હત્યાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application