Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગેરકાયદે ઊભા કરેલા તબેલા ઉપર પાલિકાએ બુલડોઝર ફેરવી 5 હજાર ચોરસ ફૂટની જગ્યા ઉપર કબ્જો મેળવ્યો

  • May 20, 2022 

કતારગામમાં પાલિકાનાં પ્લોટ પર વર્ષો જૂના ગેરકાયદે ઊભા કરેલા તબેલા પર પાલિકાએ બુલડોઝર ફેરવ્યું હતું. જોકે આ સાથે જ પાલિકાએ 5 હજાર ચોરસ ફૂટની જગ્યાનો કબજો મેળવ્યો હતો. સુત્રો પાસેથી મળેલ માહિતી અનુસાર, કતારગામમાં રે.સે.નં.37 પૈકી 2, 37-3-એ ને ફાયનલ પ્લોટ નં.29 મધુવન સોસાયટીને ફાળવવામાં આવ્યો હતો. ટીપી સ્કીમને પ્રીલિમનરી ટીપી સ્કીમ તરીકે મંજૂરી મળી હતી. જેથી સ્થળ પર ટીપી સ્કીમ મુજબના ફાયનલ પ્લોટ પર કબ્જો દૂર કરવાના ભાગરૂપે ગુરૂવારે કતારગામ ઝોન કચેરીના શહેર વિકાસ વિભાગ અને દબાણ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી.



તેમજ સ્થળ પરથી વર્ષો જૂનો આરસીસી સ્લેબ વાળો પાકો તબેલો હતો. જેમાં મોટી સંખ્યામાં ઢોર બાંધવામાં આવ્યા હતા. પાલિકાના ઝોનલ ચીફના માર્ગદર્શન હેઠળ અધિકારીઓ ઘર્ષણ ન થાય તે માટે 30 માર્શલ અને 25 એસઆરપી જવાનની ટીમ લઈને સ્થળ પર પહોંચ્યા હતા. જેથી સ્થળ પર પહોંચી ગેરકાયદે ઊભા કરેલા તબેલા પર બુલડોઝર ફેરવ્યું હતું. આમ, પાલિકા બાંધકામ તોડી પાડી 5 હજાર ચોરસ ફૂટ જમીનનો કબજો મેળવી લીધો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application