Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઘરના સભ્યોને બેભાન કરી ચોરટાઓ ચોરી કરી ફરાર

  • August 07, 2021 

કિમ ચાર રસ્તા કોહીનુર બિલ્ડીંગની બાજુમાં આવેલા મહંમદ રફીક ઉશ્માન શેખના મકાનમાં રહેતા 32 વર્ષીય અખ્તરી બેગમ ફારુક હુશેન અતિઉલ્લા શેખ પોતાના પરિવાર સાથે પોતાના ઘરમાં હાજર હતા. તે સમય દરમિયાન 25 થી 30 વર્ષની ઉંમરના હિન્દી ભાષા બોલતા 3 અજાણ્યા ઈસમો ઘરમાં ગુસી આવ્યા હતા અને તેમના હાથમાં રહેલી પ્રવાહી ભરેલી બોટલોમાંથી ઘરના સભ્યો બેભાન થઈ ગયા હતા.

 

 

 

 

ત્યારબાદ ઘરમાં રાખેલ 5 હજારની એલસીડી ટીવી, પાકીટમાં રાખેલ 50 હજારના સોનાના દાગીના અને પતરાની પેટીમાં મુકેલ રોકડા 10 હજાર આમ કુલ મળી 65 હજાર રુપ્યાનો મુદ્દામાલ ચોરી ગયાની કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.     


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application