સુરતનાં માંડવી તાલુકાનાં લાખ ગામે દુકાન ફળિયામાં રહેતા ભાનુબેન વનાભાઈ ચૌધરીના મકાનનું બાંધકામનું કામ ચાલી રહ્યું હતું. જેમાં ગત તા.19મી નવેમ્બરનાં રોજ કોન્ટ્રાક્ટરનાં માણસો ટ્રેક્ટર લઈ ટેકા અને પાટિયા ભરી રહ્યા હતાં. તે સમયે ભાનુબેનના દિયરનો પૌત્ર નિખિલ કડિયા કામ કરતો હોય, તેના મજૂરો પણ આ સમયે ટેકા અને પાટિયા ભરી રહ્યા હતો ત્યારે ભાનુબેન તેમના લાકડા ન ભરવા જણાવતાં ઉશ્કેરાયેલા નિખિલે જણાવ્યું હતું, કે તમારુ ઘર તો પાકુ બની ગયું છે. તમારે લાકડાનું શું કામ કહી ભાનુબેન સાથે ઝઘડો કરતો હતો. જે સાંભળીને નિખિલની માતા કલ્પના ત્યાં આવી ભાનુબેનને ધક્કો મારી નીચે પાડી દઈ હાથની આંગળી મચકોડી નાંખી હતી. જેથી ભાનુબેનએ બૂમાબૂમ કરતાં મજૂરો આવી જતાં કલ્પનાબેન ત્યાંથી જતા-જતા ભાનુબેનને જાનથી મારી નાંખાવની ધમકી આપી હતી. બનાવ અંગે ભાનુબેનએ કલ્પના અને તેના પુત્ર નિખિલ વિરુદ્ધ પોલીસ સ્ટેશમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application