સગરામપુરાની કુબા મસ્જિદ પાછળ ત્રણ કમાનની ગલીમાં યુસુફ મંઝીલ નામે ભાગીદારીમાં એપાર્ટમેન્ટનું કન્સ્ટ્રકશન બિલ્ડર આરીફ શાબિર કુરેશી(ઉ.વ.47)એ શરૂ કર્યુ હતું. પરંતુ નવનિર્મીત યુસુફ મંઝિલની બાજુમાં જ રહેતા કુખ્યાત નાસીર સુરતીએ બિલ્ડરને ધમકી આપી હતી કે, કામ ચાલુ કર્યુ છે તો મારી પરમીશન લેવી પડશે અને મને પૈસા આપવા પડશે, પૈસા આપશો તો જ હું કામ કરવા દઇશ, મારૂ નામ નાસીર સુરતી છે. જેથી આરીફે મિત્ર હસ્તક સમાધાનનો પ્રયાસ કર્યો હતો.
પરંતુ તેમ છતા નાસીર સુરતીએ અવાજ બહુ થાય છે અને ઉંઘ નથી આવતી એટલે જુગારમાં 20 લાખ હારી ગયો છું, તે રૂપિયા કોણ આપશે. એમ કહી ગાળો આપી હતી. ઉપરાંતં સાઇટ પર કામ કરતા મજૂરોના હાથ-પગ તોડી નાંખવાની ધમકી આપી ગ્રાઉન્ડ ફ્લોરના ભાગે દુકાન પર કબ્જો કરી લીધો હતો. ઉપરાંત યુસુફ મંઝિલના પહેલા માળે ફ્લેટ નં.101 અને એપાર્ટમેન્ટનો છઠ્ઠો માળ બનાવવો હોય તો વધારાના અલગથી રૂપિયાની માંગણી કરી હતી. આ અંગે નોંધાયેલી ફરીયાદના આધારે પોલીસે નાસીર સુરતીની ધરપકડ કરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500