સાયણ સુગર ફેકટરીમાં રમણભાઈ રમેશભાઈ મઈડાએ પોતાના શેઠ દિનેશભાઈની ટ્રક નંબર જીજે/15/એક્ક્ષ/1770 પર ડ્રાઈવિંગ કરે છે અને તેમણી સાથે તેમના ગામના ઘણા માણસો બગાસયાર્ડમાં મજુરી કામ કરે છે. જેમાં તેમના ફૂવા ગૌતમભાઈ ડામોર પણ કામ કરતા હતા અને રાત્રે બગાસયાર્ડમાં સુતા હતા તે સમય દરમિયાન સવારના 4 વાગ્યાના સમયગાળા દરમિયાન એક ટ્રક નંબર જીજે/21/વાય/0171ના ચાલકે ગફલતભરી રીતે ટ્રક ચલાવતા ત્યાં સુતેલા ગૌતમભાઈ મોઢા પરથી ટ્રકનું વ્હીલ ફરી વળતા આસપાસના લોકોએ 108ને જાણ કરવામાં આવતા 108નાં ડોકટરે તપાસ કરી ગૌતમભાઈને મૃત જાહેર કરવામાં કર્યો હતો.
આ બનાવ અંગે સાયન પોલીસ ચોકીમાં રમણભાઈ મઈડા દ્વારા ફરિયાદ આપતા સાયન પોલીસ ચોકીના જમાદાર જીતેન્દ્ર રામજીની ફરિયાદને આધારે ગુનો નોંધી લાશને પોસ્ટમોડમ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી અને ટ્રકના ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application