Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પતિ દારૂ પીને ઝગડો કરતો હોવાથી, પત્ની અને સાડાએ મળી પતિને ટેમ્પોની પાછળ બાંધી ઘસડયો

  • February 27, 2021 

સુરત જીલ્લાનાં પલસાણા તાલુકાનાં કડોદરા ચાર રસ્તા ખાતે આવેલ કૃષ્ણ-નગરમાં પત્ની તથા સાસુ સાથે ઝઘડો કરનાર પુરુષને પત્ની અને સાડાએ ભેગા મળી ટેમ્પો પાછળ બાંધીને અર્ધો કિલોમીટર સુધી ઘસડી જવાની ઘટનાએ ભારે ચકચાર મચાવી હતી.

 

 

 

આ બનાવ અંગે ઘટના સ્થળેથી મળતી માહિતી અનુસાર, સુરત જીલ્લાનાં પલસાણા તાલુકાનાં કડોદરા ખાતે આવેલ કૃષ્ણ-નગરનાં, સત્યમ શિવમ સોસાયટીમાં રહેતો 30 વર્ષીય પુરુષ બાલાકૃષ્ણ રમેશભાઈ રાઠોડ (મૂળ.મહારાષ્ટ્ર) મિલમાં છૂટક મંજૂરીનું કામ કરે છે. તેમજ તેની પત્ની શીતલબહેન સાથે દારૂ પીને અવર-નવાર ઝગડો કરતો હોવાથી ફરી પાછુ  બપોરના સમયે બાલકૃષ્ણએ તેની પત્ની શીતલ અને સાસુ સાથે ઝઘડો કરતા પતિના રોજના કંકાશથી ત્રાસેલી પત્ની શીતલએ તેના ભાઈ અનિલને બોલાવ્યો હતો અને અનિલ ટેમ્પો ચલાવતો હોઈ પોતાનો ટેમ્પો લઈને કૃષ્ણ-નગર ખાતે પહોંચ્યો હતો. જ્યાં અનિલે અને શીતલ ભેગા થઈ બાલકૃષ્ણને માર માર્યો હતો અને મારમાર્ય બાદ બાલકૃષ્ણને દોરડાથી બાંધ્યા બાદ ટેમ્પાની પાછળ બાંધીને અર્ધો કિલોમીટર સુધી રોડ ઉપર ઘસડી જતા અરેરાટી ફેલાઇ ગઈ હતી.

 

 

 

આ ઘટના જોઈ સ્થાનિકો રોડ ઉપર દોડી આવ્યા હતા ટેમ્પો અટકાવીને બાલકૃષ્ણને છોડાવી અનિલને મારમર્યો હતો જયારે ટેમ્પોની પાછળ ઘસડાવા કારણે બાલકૃષ્ણની હાલત ગંભીર બનતા તેને બેભાન અવસ્થામાં સારવાર માટે સુરત સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયારે બીજી તરફ કડોદરા પોલિસે આ બનાવ અંગે ફરિયાદ નોધવાની તપાસ  હાથ ધરી હતી.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application