Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પતિએ ઉશ્કેરાઈ જઈ પત્નીને ગળાના ભાગે બ્લેડ મારી

  • September 11, 2021 

અમરોલી છાપરાભાઠા વિસ્તારમાં એક વર્ષથી અલગ રહેતી પત્નીને સાથે આવવાની ના પાડતા પતિએ ઉશ્કેરાઈને તેના ફુવા અને ફોઈની સામે જ ગળાના ભાગે બ્લેડના ઘા મારી હત્યાની કોશિષ કરી હતી અને જતા જતા તારે મારી સાથે નથી રહેવુ તો તને જીવતી રહેવા નહી દઈશ તેવી ધમકી આપી હતી.

 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અમરોલી છાપરાભાઠા શ્રીરામનગર સોસાયટીમાં ફોઈ-ફુવાના ઘરે છેલ્લા પંદર દિવસથી રહેતી ૨૧ વર્ષીય પાયલબેન રવિભાઈ વરીયા લાઈડવાળા રમકડા વેચવાની મજુરી કામ કરે છે, પાયલબેન ગત તા.૨૪ ઓક્ટોબર-૨૧૦૬માં રવિ પ્રવિણ વરીયા સાથે સૌરા્ષ્ટ્રના રાજુલાગામે મંદિરમાં પ્રેમ લગ્ન કર્યા હતા અને દામ્પત્ય જીવન દરમિયાન એક ચાર વર્ષનો દીકરો છે, જોકે, બંને વચ્ચે મનમેળ નહી બેસતા છેલ્લા એક વર્ષથી પાયલબેન એકલા રહે છે અને પંદર દિવસથી તેના ફોઈના ઘરે રહેવા માટે આવી છે, જોકે, રક્ષિ ચાલક પતિ રવિને કોઈ રીતે તેની ફોઈનો મોબાઈલ નંબર મળતા ગતરોજ ફોન કરી મળવા માટે વાત કરી હતી. પરંતુ પાયલબેને ના પાડતા છતાંયે અવાર-નવાર ફોન કરતા બપોરે બે વાગ્યે તેની ફોઈ અને ફુવાને સાથે લઈને શ્રીરાનગર સોસાયટીના નાકા પાસે આવેલ શ્રીરામેશ્વર મહાદેવ મંદિર પાસે મળવા માટે ગયા હતા. રવિ રીક્ષા લઈને મળવા માટે આવ્યો હતો. બંને જણા વાતચીત કરતા હોવાથી તેના ફોઈ અને ફુવા થોડા દૂર ઉભા રહ્યા હતા. રવિએ પાયલને તું મારી સાથે ચાલ હું તને લેવા આવ્યો છું પરંતુ પાયલે તારી સાથે રહેવુ નથી એવુ કહેતા તે ઉશ્કેરાયો હતો અને ગુસ્સામાં આવી ગાળાગાળી કરી ધક્કો મારી નીચે પાડી દેતા તેના ફોઈ ફુવા દોડી આવ્યા હતા.

 

 

 

 

 

પાયલ ઉભી થવા જતી હતી તે વખતે રવિએ બ્લેડ કાઢી ગળાના ભાગે ઘા માર્યા હતા. તેમજ ફોઈ ફુવાને ધક્કો માર્યો હતો. બુમાબુમ કરતા લોકો દોડી આવતા રવિ ભાગી ગયો હતો અને જતા-જતા તારે મારી સાથે નથી રહેવુ તો તને જીવતી રહેવા દઈશ નહી તેવી ધમકી આપી હતી.પાયલબેનને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોલીસે પાયલબેનની ફરિયાદ લઈ રવિ સામે હત્યાની કોશિષનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application