લીંબાયત વિસ્તારમાં એક મકાનમાં છેલ્લા ત્રણ મહિનાથી 30 વર્ષીય પ્રેમિકા સરોજ(નામ બદલેલ છે) સાથે લિવ-ઈન-રીલેશનશીપમાં 30 વર્ષના લાલાચંદ ઉર્ફે લાલો શીમ્પીનો રહેતા હતા અને લાલો લાકડાની મજૂરી કરતા હતો લાલાની છેલ્લા કેટલાક દિવસથી પાડોશી યુવાન સંતોષ નિકમ સાથે ઝઘડો ચાલતા તેઓ સામાન્ય બાબતે એકબીજા સાથે બાજી પડતા હતા અને ઘરમાં જઈ ચપ્પુ લાવીને સંતોષે લાલાને ઉપરાછાપરી ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી મોતને ઘાટ ઉતાર્યો હતો.
આ ઘટનાની જાણ થતા લાલાની પ્રેમિકા સરોજ લીંબાયત પોલીસ મથકમાં જઈને સંતોષ વિરૂદ્ધમાં ફરિયાદ નોંધવતા પોલીસે સંતોષની ધરપકડ કરી હતી. મૃતક લાલો અગાઉ થોડા પ્રમાણમાં દેશી દારૂ સાથે ઘણી વખત પકડાયો હતો. જયારે સંતોષ દારૂ પીને તોફાન કરતો ઝડપાયો હતો.
દરમિયાન લાલાના મોતના વિરહમાં તેની પ્રેમિકા સરોજ હતાશ રહેતા માનસિક તાણ અનુભવી રહી હતી. જેના લીધે સરોજે સાંજે ઘરના રસોડાના પ્લેટફોર્મ પર ચડી લાકડા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જોકે સરોજ કાપડના કામકાજ સાથે સંકળાયેલી હતી અને તે હત્યામાં મોતને ભેટેલો પ્રેમી લાલા સાથે રહેતી હતી. આ બનાવ અંગે લિંબાયત પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500