Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

હત્યાનો બદલો લેવા બિલ્ડિંગના પાર્કિંગ માંથી યુવકનું અપહરણ કરનાર ટોળકી ઝડપાઈ

  • August 29, 2021 

સુરતના અઠવાલાઈન્સ નવી કોર્ટમાં હત્યા કેસમાં મુદ્ત પર આવેલા કડોદરાના યુવકનું હત્યાનો બદલો લેવા માટે કોર્ટ બિલ્ડિંગમાં પાર્કિંગમાંથી અપહરણ કરી ભાઠેના લઈ ગયા બાદ ત્યાં જાહેરમાં ચપ્પુ અને લાકડાના ફટકાથી ઢોરમાર મારનાર ટોળકીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.

 

 

 

 

 

ઉમરા પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ, કડોદરા તાતીથૈયા શિવ રેસીડેન્સીમાં રહેતા અને ટેક્ષટાઈલ માકેટમાં મજુરીકામ કરતા અજય વિજય આહિરે (ઉ.વ.24) ગત તા.25મીના રોજ સન-2020માં તેની સામે નોધાયેલા હત્યા કેસમાં મુદ્ત હોવાથી તેના ભાઈ અને બે મિત્રો સાથે કોર્ટમાં આવ્યો હતો. તે વખતે અજયે જેની હત્યા કરી તે અલ્તાફનો ભાઈ તેમજ સંગા સંબંધી અબરાર ઉર્ફે લસ્સી, અકરમ, આજમ અત્તાર પણ કોર્ટમાં આવ્યા હતા. કોર્ટની કાર્યવાહી પુરી થયા બાદ અજય અને તેના ભાઈઓ બપોરે અઢી વાગ્યાના આરસામાં ઘરે જવા માટે નિકળ્યા હતા. ત્યારે કોર્ટ બિલ્ડંગના પાર્કિંગમાં આરોપીઓએ ઝઘડો કરી આકાશના ગળાના ભાગે ચપ્પુ મુકી જાનથી મારી નાંખવાની ધમકી આપી અજય આહિરનું બાઈક પર અપહરણ કરી ભાઠેના ખાતે લઈ જઈ જાહેરમાં લાકડાના ફટકાથી ઢોર મારમાર્યો હતો. જયારે અબરારે ચપ્પુથી હુમલો કરવા જતા અજયે બચવા માટે આગળ હાથ આડો કરી દેતા ઇજા પહોંચી હતી. અજયે બુમાબુમ કરતા આજુબાજુમાંથી લોકો દોડી આવતા આરોપીઓ ભાગી ગયા હતા.

 

 

 

 

 

ત્યારબાદ અજયે તેના નાના ભાઈ આકાશને ફોન કરી બોલાવ્યા બાદ હોસ્પિટલમાં સારવાર કરાવી હતી અને ગતરોજ ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો દાખલ કરી પીઆઈ કે.આઈ.મોદીની સુચના અને માર્ગદર્શન હેઠળ સર્વલન્સ સ્ટાફના પીએસઆઈ બી.એસ.પરમાર સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા. તે વખતે  હેડ કોન્સ્ટેબલ અમીતભાઈ ભુપતભાઈ અને જયદીપસિંહ વજેસિંહને મળેલી બાતમીના આધારે ગુનામાં સંડોવાયેલા અને પંચશીનગર ભાઠેના ખાતે રહેતા મોહમદ અત્તાર મોહમદ હસન, મોહમદ અબરાર ઈબ્રાહીમ શેખ, મોહમદ આઝમ કૌશર શેખ અને મોહમદ અકરમ કૌશર શેખને ઝડપી પાડ્યા હતા. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application