સુરતનાં પલસાણા તાલુકાનાં સાંકી ગામે આવેલ આનંદીમાં રેસીડન્સીમાં રહેતી વૃદ્ધ મહિલાની અઢી માસ અગાઉ હત્યા કરી લાશ સળગાવી દેવાની ઘટનામાં એલસીબી પોલીસે હત્યા કરનાર આરોપીને વરેલી હરીપુરા ત્રણ રસ્તા નજીકથી ઝડપી પડ્યો હતો તેમજ મજૂરી કામ ન મળતા આરોપી ચોરીના રવાડે ચડ્યો હતો અને વૃદ્ધ મહિલાનાં મકાનમાં ચોરી કરવા ગયા બાદ વૃદ્ધ મહિલાની હત્યા કરી લાશ સળગાવી ભાગી છૂટ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગત તા.11/02/2022નાં રોજ સાંકી ગામે આનંદીમાં રેસીડન્સીમાં રહેતી વૃદ્ધ મહિલા કમલાદેવી રામલાલ મૂલચંદ શર્માને કોઈ અજાણ્યો શખ્સ માથાના ભાગે હથિયાર વડે ગંભીર ઇજા પહોંચાડી હત્યા કરી લાશને સળગાવવાની કોશિશ કરી ભાગી છૂટ્યો હતો.
જોકે આ હત્યારાને શોધવા માટે એલસીબી પોલીસની અલગ અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી હતી અને અલગ અલગ સીસીટીવી કેમેરાની ફૂટેજની ચકાસણી શરૂ કરી હતી. તે દરમિયાન એલસીબી પોલીસની ટીમને બાતમી મળી હતી કે વૃદ્ધ મહિલાની હત્યા કરનાર શખ્સ કડોદરા ખાતે વરેલીથી હરીપુરા જતાં ત્રણ રસ્તા નજીક ઊભો છે. જે હકીકતના આધારે એલસીબી પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી બાતમી વર્ણન મુજબનો શખ્સ હજાર હોય તેને ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ કિરણ બાપુ પાટીલ (રહે.ચલથાણ,રામકબીર સોસાયટી,પલસાણા) નાનો હોવાનું જણાવ્યુ હતું અને તેણે જ મહિલાની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.
જયારે વધુ પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યુ હતું કે, તે ઔદ્યોગિક એકમોમાં છૂટક મજૂરી કામ કરતો હતો અને કામ નહીં મળતા તેની આર્થિક સ્થિતિ ખરાબ થતાં તે ચોરી કરવાનું નક્કી કર્યું હતું અને તે ચોરીની ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં રહેતો હતો તે દરમિયાન સાંકી ગામે આવેલ આનંદીમાં રેસીડન્સીમાં કમલાદેવીના મકાનમાં ચોરી કરવા ગયો હતો તે દરમિયાન કમલાદેવી તેને જોઈ જતાં તેણે કમલાદેવીના માથાના ભાગે ઈંટ મારી હત્યા કરી નાંખ્યા બાદ રૂમમાં પડેલ તેલ જેવુ પદાર્થ મહિલાના શરીર ઉપર રેડી સળગાવી ભાગી છૂટ્યો હતો અને તેણે અગાઉ પણ નાની મોટી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. બનાવ અંગે એલસીબી પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
મોબાઈલ ઉપયોગ કરનારને આધારે પોલીસ દુકાનદાર સુધી પહોંચી
સંકી ગામે મહિલાની હત્યાં થઈ તે સમયે એક મોબાઈલ પણ ઘટના સ્થળેથી ગાયબ થયા હતા જેથી પોલીસે આ મોબાઈલ સર્વેલાન્સ પર રાખ્યો હતો બીજી તરફ આરોપી કિરણ પાટીલે આ મોબાઈલ ચલથાણ ગામે એક મોબાઈલની દુકાનમાં રીપેરીંગમાં આપ્યા હતો. પરંતુ ઘણા લાંબા સમય સુધી આ મોબાઈલ પરત લેવા માટે નહીં આવતા દુકાનદારે આ મોબાઈલ વેચી દીધો હતો જે ખરીદનારે એક્ટિવ કરતાં પોલીસ પણ સ્ક્રીય થઈ હતી અને મોબાઈલ ઉપયોગ કરનારને ઊચકી લાવી હતી જેને આધારે પોલીસ દુકાનદાર સુધી પહોંચી હતી. ત્યારબાદ પોલીસ કિરણ પાટીલ સુધી પહોંચી હતી.
જયારે ઘટના સ્થળ અવાવરું હોવાથી પોલીસને ઘટના સ્થળે CCTV મળ્યા ન હતા જે બાદ પોલીસે ઘટના સ્થળેનું ટાવરડંપ લેતા તે ટાવરમાં હજારોની સંખ્યામાં મોબાઈલ નંબર મળી આવ્યા હતા પોલીસે મોબાઈલ નંબર ડેટાના આધારે તપાસ કરતા પોલીસને સફળતા મળી ન હતી. જોકે પોલીસે હત્યા સમયે ચોરાયેલો મોબાઈલ લાંબા સમય બાદ એક્ટિવ થયા પોલીસ આરોપી સુધી પહોંચી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500