સમાજને સુધારવા માટે કાર્યરત અનેક સંસ્થાઓની આંખ ઉઘાડનારો, આ મુદ્દો ચિંતન કરનારો અને સમાજ માટે લાલ બત્તી સમાન એક કિસ્સો સુરતમાં પ્રકાશમાં આવ્યો છે. જેમાં આખો દિવસ મોબાઈલમાં ગેમ રમવામાં મશગુલ રહેતા સગીર વયના પુત્રને પિતાએ ગેમ રમવાની ના પાડતા ઉશ્કેરાયેલા પુત્રએ હાથાપાઈ કરી ગળુ દબાવી પિતાની હત્યા કરી નાંખી હતી.
બનાવ અંગે ઈંચ્છાપોર પોલીસના જણાવ્યા મુજબ, કવાસગામ સોનંદલા સ્ટ્રીટ ખાતે રહેતા અર્જુનભાઈ અરૂણભાઈ સરકાર (ઉ.વ.૪૦)નો ૧૭ વર્ષ ૫ માસનો દીકરો ધો-૧૦ પાસ કર્યા બાદ કોઈ કામ ધંધો ન કરી આખો દિવસ ઘરમાંજ રહી મોબાઈલમાં ગેમ રમવામાં મશગુલ રહેતો હતો. જે અંગે અર્જુનભાઈએ અનેક વાર ઠપકો પણ આપ્યો હતો. દરમિયાન ગત તા ૩૧મીના રોજ મોડી સાંજે સાંતેક વાગ્યે દીકરાને મોબાઈલમાં ગેમ રમતો જાઈને પિતાએ ફરીથી ઠપકો આપતા તે ઉશ્કેરાયો હતો અને પિતા અર્જુનભાઈ સાથે ઝઘડો કરી હાથાપાઈ ઉપર ઉતરી આવી ગળુ દબાવી હત્યા કરી નાંખી હતી. પિતાની હત્યા કર્યા બાદ પુત્રએ નોકરી ઉપર ગયેલી માતાને ફોન કરી ઘરે બોલાવ્યા બાદ આખી જાણ કરી હતી અને હત્યાને અકસ્માતમાં ખપાવવા માટે પિતા અર્જુનભાઈ સાત દિવસ પહેલા ઘરમાં બાથરૂમમાં પડી ગયા હતા અને બનાવના દિવસે સુતેલા હતા તે તેમને જગાડવાનો પ્રયાસ કરવા છતાંયન નહી જાગતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
બનાવ અંગે શરુઆતમાં ઈચ્છાપોર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી ફોરેન્સીક પીએમ કરાવ્યુ હતું જેમાં અર્જુનભાઈનુ ગળુ દબાવી હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તેના પરિવારની પુછપરછ કરતા સગીર પુત્રએ હત્યા કરી હોવાની કબુલાત કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500