Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વિદ્યાર્થીઓની માંગ બાદ નર્મદ યુનિવર્સિટીની પરીક્ષાના સમયમાં ફેરફાર કરાયો

  • August 05, 2021 

નર્મદ યુનિવર્સિટી દ્વારા ઘણી બધી પરીક્ષાઓના સમયમાં ફેરફાર કરાયો છે. તે માટે નવું શિડયુઅલ યુનિવર્સિટી વેબસાઇટ પર જોઇ લેવા તાકીદ કરાઇ છે.

 

 

 

 

કોરોના કાળમાં નર્મદ યુનિવર્સિટી દ્વારા હાલમાં ઓફલાઇન, ઓનલાઇન અને મોક ટેસ્ટ લેવાઇ રહી હોવાથી વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત છે. ત્યારે ઘણા વિદ્યાર્થીઓએ ફલાઇટ બુકિગને લઇને, નેશનલ ટેસ્ટ, જીપીએસસી, ગોણ સેવા પસંદગી મંડળ સહિત વિવિધ પ્રશ્ને પરીક્ષાના સમયમાં ફેરફાર કરવાની માંગ કરી હતી અને તે માંગણીને ધ્યાનમાં રાખીને પરીક્ષાના સમયમાં ફેરફાર પણ કરાયા છે. આ ફેરફાર અંગે વિદ્યાર્થીઓને છેલ્લે સુધી ખબર નહીં પડે તે માટે આજે યુનિવર્સિટી દ્વારા એક પરિપત્ર જારી કરીને તમામ વિદ્યાર્થીઓને પરીક્ષાના સમયમાં જે ફેરફાર કરાયા છે તેની માહિતી યુનિવર્સિટીની વેબસાઇટ પર જોઇ લેવા તાકીદ કરી છે.

.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application