સુરતનાં પલસાણા તાલુકાનાં બલેશ્વર ગામે નેશનલ હાઈવે ઉપરથી રેન્જ આઈ.જી.ની ટિમ તેમજ પલસાણા પોલીસની સંયુક્ત બાતમી આધારે એક બંધ બોડીનો ટેમ્પા માંથી 534 પેટી વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો, જયારે પોલીસે આ ગુન્હામાં ટેમ્પા ચાલકને ઝડપી પાડ્યા હતા, જયારે 2 ઇસમોને વોન્ટેડ જાહેર કરી 22.24 લાખનો મુદામાલ કબ્જે લીધો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, હાલ સુરત જિલ્લાનાં પ્રોહી. ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત પલસાણા પોલીસ મથક વિસ્તારમાં રેન્જ આઈ.જી.નાં માણસો પેટ્રોલીંગમાં હતા.
તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, બલેશ્વર ગામના પાટીયે નેશનલ હાઈવે નંબર-48 પર મુંબઈથી અમદાવાદ તરફના ટ્રેક પર એક શંકાસ્પદ ટાટા ટેમ્પો નંબર DD/01/H/9220ને અટકાવી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની તેંમજ બિયરની 534 પેટીમાં 22116 નંગ બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 17,19,600/- હતી.
આમ, પોલીસે ટેમ્પા ચાલકનું નામ પૂછતા તેણે પોતાનું નામ બળવંત કૃષ્ણરામ બિશનોઇ (ઉ.વ.26, રહે.લૂમભીનિયોકા વાસ બારૂડી ગુધામાલ,જિ.બાડમેર રાજસ્થાન)ના હોવાનું જણાવ્યું હતું. જોકે પોલીસે વિદેશી દારૂ તેમજ 5 લાખની કિંમતનો ટેમ્પો તેમજ અન્ય ચીજવસ્તુઓ મળી રૂપિયા 22,24,600/-નો મુદામાલ કબ્જે કર્યો હતો. જોકે પોલીસે ગોવાથી દારૂ ભરાવનાર સુનિલ બીશ્નોઇ નામના ઇસમને વોન્ટેડ જાહેર કરી દારૂ મંગાવનાર અજાણ્યા ઇસમને પણ વોન્ટેડ જાહેર કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500