Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : વિદેશી દારૂ ભરેલ બોલેરો પિકઅપ સાથે ચાલક ઝડપાયો

  • May 03, 2022 

સુરતનાં મહુવા તાલુકાનાં આંગલધરા ગામની સીમમાં નહેર નજીકથી એલસીબી પોલીસે વિદેશી દારૂ ભરેલ એક બોલેરો પિકઅપ સાથે ચાલકને ઝડપી પાડ્યો હતો. જોકે આ વિદેશી દારૂ નાસિકથી ભરી સુરત શહેરમાં લઈ જવામાં આવી રહયો હતો અને બોલેરો પિકઅપમાં બનાવેલ ચોરખાના માંથી પોલીસે 1,95,600/-નાં દારૂ સહિત કુલ 3,98,160/- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લા એલસીબી પોલીસ ટીમના માણસો મહુવા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.



તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક સફેદ કલરની બોલેરો પિકઅપ નંબર/જીજે/05/બીએક્સ/6228માં પાછળના ભાગે ચોરખાનું બનાવી તેમાં વિદેશી દારૂનો જથ્થો નાસિકથી ભરી સાપુતારાથી વઘઇ થઈ અનાવલ થઈ સુરત શહેરમાં જનાર છે. જે બાતમીનાં આધારે એલસીબીની ટીમે મહુવા તાલુકાનાં આંગલધરા ગામની સીમમાં નહેર પાસે રોડ ઉપર વોચ ગોઠવી હતી.



તે દરમિયાન બાતમી મુજબનો પિકઅપ ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવ્યો હતો અને પાછળના ભાગે તપાસ કરતાં ચોરખાના માંથી વિદેશી દારૂની કુલ 1392 બોટલ મળી આવી હતી જેની કિંમત રૂપિયા  1,95,600/-નાં જથ્થા સાથે ચાલક દેવેન્દ્ર ઉર્ફે દેવરાજ ખુમારામજી મેઘવાલ (રહે.શિવાજી કોલોની, ડિંડોરી, નાસિક મહારાષ્ટ્ર, મૂળ રહે.રૂપવાસ ગામ, જિ.પાલી,રાજસ્થાન) નાને ઝડપી પાડ્યો હતો.



આમ, પોલીસે વિદેશી દારૂ, પિકઅપ ટેમ્પો, મોબાઈલ ફોન તેમજ રોક્ડ રકમ મળી કુલ રૂપિયા 3,98,160/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે આ ગુનામાં સંડોવાયેલ શની વાઘમારે (રહે.નાશિક) તથા રાજુ સોની (રહે.સુરત) નાને વોન્ટેડ જાહેર કરી એલસીબી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application