Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત : ટ્રેલરના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા 5 વાહનો ને અડફેટે લીધા, 1નું ઘટના સ્થળે મોત

  • January 13, 2021 

કડોદરા નજીક સીએનજી પંપની સામેથી પસાર થતા નેશનલ હાઈવે ઉપરથી એક ટ્રેલર મુંબઈ તરફ જઈ રહ્યું હતું. જેનું આગળનું ટાયર અચાનક ફાટી જતા ડ્રાઈવરે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા ટ્રેલર બાજુના સર્વિસ રોડ પર પંહોચી ગયું હતું. જેણે એક પછી એક પાંચ વાહનને અડફેટે લેતા એમાંથી એક બાઈક સવારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને અન્ય ત્રણને ઇજા પહોચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પોલીસે ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

 

 

આ બનાવ અંગે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કડોદરા નેશનલ હાઈવે નંબર-48 પર કડોદરા વિસ્તારના સીએનજી પંપની સામે અમદાવાદ તરફથી એક કન્ટેનર(નં./એમએચ/04/જીસી/0425) પુરઝડથી મુબઈ તરફ જઈ રહ્યું હતું. તે સમય દરમિયાન અચાનક ટ્રેલરનું આગળનું ટાયર ફાટતા ડ્રાઈવરે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેલર હાઈવે પરથી સર્વિસ રોડ પર ઉભેલી મોટર સાઈકલ(નં/જીજે/એનએસ/7855) ને અડફેટે લીધા બાદ એકટીવા(નં./જીજે/05/એએન/8365), તથા બીજી   એકટીવા(નં./જીજે/05/એનકે/8341), અને રિક્ષા(નં.જીજે/05/એવી/0250) તેમજ સ્વીફ્ટ ગાડી(નં.જીજે/05/જેઆર/5768) મળી કુલ પાંચ વાહનોને એકસાથે અડફેટે લેતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલક પલસાણા તાલુકાના ચલથાણ ગામે ભરત નગરમાં રહેતો અને મૂળ મહારાષ્ટ્રના સમાધાન નામદેવ પાટીલ (ઉ.વ.35) જેઓનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. તેમજ અન્ય ત્રણ ઇસમોને સામાન્ય ઈજા પહોચી હતી.

 

 

 

આ અકસ્માત સર્જી ટ્રેલરનો ચાલક ભાગી છુટતા ભારે ટ્રાફિક જામ થયો હતો. આ ઘટનાની જાણ થતા આવેલી પોલીસે ટોળાને વિખેરીને ટ્રાફિક ને સામાન્ય કર્યો હતો જયારે ટ્રેલર ચાલક વિરુદ્દ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application