બારડોલી તાલુકાનાં ઉવા ગામની સીમમાં નેશનલ હાઈવે પરથી નહેર નજીક કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર ડિવાઈડર સાથે ભટકાયા બાદ પલ્ટી ગઈ હતી. જોકે સર્જાયેલા અકસ્માતમાં કારમાં સવાર મુસાફરો પૈકી એક યુવાનું ગંભીર ઇજાને કારણે મોત નીપજયું હતું. જયારે કારમાં સવાર મુસાફરો જલંગાવથી સુરત જઈ રહ્યા હતા અને કારમાં બેસેલ અન્ય વ્યક્તિઓને નાની મોટી ઇજાઓ પહોંચી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બારડોલીનાં ઉવા ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર-53 પર નહેર નજીક વ્યારા બારડોલી રોડ ઉપરથી પૂરઝડપે પસાર થતી ટવેરા કાર નંબર જીજે/05/સીઇ/4168ના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર ડિવાઇડર સાથે ભટકાયા બાદ સામેના માર્ગ ઉપર પલ્ટી ગઈ હતી. જયારે કારમાં સવાર આશાબેન ભાસ્કરભાઈ પવાર (હાલ રહે.કતારગામ,ચીકુવાડી,સુરત,મૂળ રહે, ટાકરખેડે,જલંગાવ,મહારાષ્ટ્ર), સંદીપ આત્મારામ પવાર (હાલ રહે.ડિંડોલી, ખરવાસા રોડ જી બિઝનેશ સેન્ટરની બાજુમાં, મૂળ રહે, ટાકરખેડે,જલંગાવ), આશાબેન સોમાભાઇ પવાર, આશાબેન દિનેશભાઈ પવાર, રંજનબેન પ્રભાકર પવાર, પ્રભાકર સીતારામ પવાર, સુનિલભાઈ પ્રભાકર પવાર (તમામ રહે. સુરત) તથા વિમલબેન યુવરાજભાઈ પવાર (રહે.ચલથાણ, મૂળ રહે.ટાકરખેડે,જલંગાવ) નાઓ પૈકી સંદીપ આત્મારામ પવારને શરીરે ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજયું હતું. જ્યારે કારમાં સવાર સાત વ્યક્તિઓને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે કારમાં સવાર મહિલા આશાબેને કાર ચાલક વિરુદ્ધ બારડોલી ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500