વાલોડ તાલુકાના દેલવાડા ગામે આવેલા તળાવ ફળીયામાં રહેતા અને ટુરીસ્ટ ટ્રાન્સપોર્ટ વ્યવસાય કરતા અનીલ વસંતભાઈ પટેલ(ઉ.વ.46) રાત્રિના સમયે પોતાની ઈકો કાર નંબર જીજે/05/જેએલ/8408માં મુંબઈ મુકામે જવા નીકળ્યા હતા.
તે સમય દરમિયાન વાલોડ બારડોલી રોડ ઉપર આવેલા અલ્લુ ગામની નજીકથી પસાર થતા સમયે અલ્લુ નહેર પાસેથી પુરઝડપે પસાર થતી ઈકો કાર ગફલતભરી રીતે હંકારતા સ્ટેયરીંગ ઉપરથી અચાનક કાબુ ગુમાવતા ઈકો કાર ચાલક સહીત વાહન મુખ્ય માર્ગ ઉપરથી ફંટાઈને નહેરન પાણીમાં ખાબકી હતી.
આ ઘટનાની જાણ થતા મોડી રાત્રે બારડોલી પોલીસ મથકના એ.એસ.આઈ જયવીર ગઢવી સહીત બારડોલી ફાયર બ્રિગેડ રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોચી હતી. જ્યાં ભારે જહેમત સાથે પાણીમાં ડૂબેલી ઈકો કારને બહાર કાઢતા કારના ચાલક અનીલ પટેલ ડૂબીને મુત્યુ પામેલી હાલતમાં મળી આવ્યા હતા. બારડોલી પોલીસે મૃતકને પોસ્ટ-મોર્ટમ કરાવી પરિવારજને મૃતદેહ સોપ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500