Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

એસ.ટી.બસનાં ચાલકે બાઈકને ટક્કર મારતા યુવકનું ગંભીર ઈજાને કારણે મોત

  • December 25, 2021 

સુરતનાં ઓલપાડ તાલુકાનાં જીણોદ ગામે રહેતો યુવક નોકરીએથી પરત ઘરે આવી રહ્યો હતો. તે સમયે કુંભારી ગામની સીમમાં ઓલપાડથી કરંજ જતાં માર્ગ ઉપર એક એસ.ટી.બસના ચાલકે આ યુવકની બાઈકને ટક્કર મારી હતી. સર્જાયેલા અકસ્માતમાં યુવકનું ગંભીર ઇજાના કારણે મોત નીપજયું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ઓલપાડનાં જીણોદ ગામે રહેતા સુરેશભાઇ હીરાભાઈ પટેલ નાઓ જહાંગીરપુરા દાંડી રોડ ઉપર આવેલ સી.એન.જી પંપ ઉપર નોકરી કરે છે અને તેઓ સાંજના સમયે બાઈક નંબર જીજે/05/ડીએચ/0780 ઉપર બેસી નોકરીએ ગયા હતા અને બીજા દિવસે સવારે 8 વાગ્યાની આસપાસ તેઓ નોકરીએથી પરત ઘરે આવવા નીકળ્યા હતા.તે સમયે કુંભારી ગામની સીમમાં ઓલપાડથી કરંજ જતાં માર્ગ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ઓલપાડ બસ ડેપોમાં નોકરી કરતો એસ.ટી.બસનો ડ્રાઈવર જીતેન્દ્ર દેવાભાઇ પરમાર (મૂળ રહે.વગદા, તા.પાલનપુર) નાએ પોતાના કબ્જાની એસ.ટી.બસ નંબર જીજે/18/ઝેડ/2498 પૂરઝડપે રોંગ સાઇડે હંકારી લાવી સુરેશભાઈની બાઇકને ટક્કર મારી હતી. સર્જાયેલા અકસ્માતમાં સુરેશભાઈને માથામાં તેમજ શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમનું મોત નીપજયું હતું. બનાવ અંગે મૃતકના ભાઈ ભુપેન્દ્ર પટેલે ઓલપાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application