સુરત જીલ્લા એલસીબી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે સમય દરમિયાન તેઓને મળેલ બાતમીના આધારે, દમણથી ઇકો કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી સુરત શહેરમાં લઈ જવામાં આવી રહ્યો છે.જે બાતમીના આધારે એલસીબી પોલીસની ટીમે પલસાણા તાલુકાનાં માંખીંગા ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર-48 ઉપર વોચ ગોઠવી હતી.
તે દરમિયાન બાતમી મુજબની ઇકો કાર નંબર જીજે/15/સીડી/0984 આવતા તેને અટકાવી હતી અને ચાલક આશિષ મણીલાલ પટેલ (રહે, ચણોદ ગામ,તા.પારડી,જી.વલસાડ) તેમજ કારમાં બેસેલ મહિલા રેણુકાબેન રાકેશભાઈ ભૂરીયા, અસ્મિતાબેન લલિતાભાઈ ડામોર, કત્તાબેન પ્રવીણભાઈ ભિલવાડ, મનુબેન રમણભાઈ ભૂરીયા, ગીતાબેન સંજયભાઈ ડામોર, રામાબેન કાંતિભાઈ પરમાર (તમામ રહે.સુરત) ને ઝડપી પાડ્યા હતા. પોલીસે કારમાં તપાસ કરતાં કોથળામાંથી વિદેશી દારૂની કુલ 864 નંગ બોટલ મળી આવી હતી જેની કિંમત રૂપિયા 85,200/- તેમજ ઇકો કાર અને રોકડ રકમ મળી કુલ રૂપિયા 3.53 લાખનો મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે પકડાયેલ મહિલાઓની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, આ વિદેશી દારૂનો જથ્થો દમણના એક વ્યક્તિએ ભરી આપ્યો હતો અને આ વિદેશી દારૂનો જથ્થો સુરત શહેર ખાતે છૂટક વેચાણ માટે લઈ જવામાં આવી રહ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500