બારડોલી નગરનાં સરદારબાગ વિસ્તારમાં મુખ્ય માર્ગની ડ્રેનેજ લાઈનમાં કોઈ કંપનીએ ડ્રિલિંગ કરતા, મટીરીયલ સહિત લાઈનમાં ભંગાણ પડી જવાથી ચોકપ થઈ જતા સ્ટેશન વિસ્તારનું ગંદુપાણી કોમર્શિયલ સહિતના બેજમેન્ટમાં પાણી બહાર નીકળવા માંડ્યા હતા. જોકે છેલ્લાં 2 દિવસથી સરદારબાગ વિસ્તારની ડ્રેનેજ લાઈન ચોકપ થતાં શનિવારે પાલિકામાં ફરિયાદ કરવાથી ડ્રેનેજ વિભાગની ટીમ લાઈન ચેક કરતા સરદારબાગ વિસ્તારમાં માર્ગની નીચે કોઈ કંપનીએ ડ્રિલિંગ કર્યું હોય.જેથી વર્ષો જુની ડ્રેનેજ લાઈન આરપાર થઈ ગયું હોવાથી લાઈનમાં ઈટ મટીરીયલ સહિતનો સમાન અંદર પડવાથી લાઈન ચોકપ થઈ ગઈ હતી અને સ્ટેશન વિસ્તારનું આવતું ગંદુ પાણી આગળ પસાર નહિ થવાથી લાઈનમાં બેક થતું હતું જેથી આ વિસ્તરમાં રસ્તાની સાઈડમાં આવેલ એપાર્ટમેન્ટ, કોમર્શિયલ બાંધકામોના ભોંયરા બનાવ્યા હોય એ લેવલમાં ડ્રેનેજ લાઈન હોવાથી બેક થતું પાણી ભોંયરામાં બહાર આવતા ગંદકી સહન કરવાનો વારો આવ્યો હતો. જોકે પાલિકા સવારથી જ ચોકપ લાઈનનું ગંદુ પાણી કાઢવાની મશીનો મૂકી કામગીરી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application