Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અજાણ્યા વાહન અડફેટે આવતાં યુવકનું મોત

  • March 02, 2021 

સુરત શહેરનાં પલસાણા તાલુકાનાં બલેશ્વર ગામે મેઇન બજારમાં રહેતા પિયુષભાઇ મનુભાઈ શુક્લા વહેલી સવારે બાઇક લઈ કડોદરા બજારમાં જવા નીકળ્યા હતા. તે સમય દરમિયાન બલેશ્વર ખાતે ગ્રીનલેન્ડ રિસોર્ટ નજીક એક અજાણ્યો યુવક ઇજાગ્રસ્ત હાલતમાં પડ્યો હતો. આ યુવક આશરે 30 થી 35 વર્ષની વયના જણાતા આ યુવકને કોઈ અજાણ્યો વાહન ચાલકે ટક્કર મારતા યુવકનું મોત નીપજ્યું હતું અને ટક્કર મારી અજાણ્યો વાહન ચાલક ભાગી છૂટ્યો હતો.

 

 

આ બનાવ અંગે પિયુષભાઈ એ પલસાણા પોલીસને જાણ કરતાં પોલીસે યુવકનો મૃતદેહનો કબ્જો મેળવી તેના વાલીવારસની શોધખોળ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application