સુરતના કામરેજ ચોર્યાસી ગામ નજીક વળાંક ઉપર ટેમ્પો પલ્ટી મારી જતા પાછળ બેઠેલ 2 વર્ષીય બાળકનું અકસ્માતમાં મોત થતા ચકચાર મચી ગઈ હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કામરેજનાં ખોલવડ ગામે રહેતા તકુભાઈ કાળુભાઈ વાઘેલા (ઉ.વ.35) પોતાના માલિકીના ટેમ્પોમાં ભંગાર વીણી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જયારે ટેમ્પો નંબર જીજે/05/વાયવાય/3610 પર તકુભાઈનો ભાઈ ડ્રાઈવિંગ કરે છે. આ ટેમ્પામાં પત્ની રતનબેન તથા તેના બાળકો સાથે ભંગાર વીણી વેચવાનું કામ કરી મજુરી કરે છે. જોકે, ગતરોજ વકુલભાઈ પોતાની પત્ની રતનબેન અને છોકરા સાથે તકુભાઈનો ટેમ્પો લઈ કિમ તરફ ભંગાર વીણવા માટે નીકળ્યા હતા. ત્યારે ટોલનાકાથી આગળ વિજય પેટ્રોલીયમ પંપ નજીક વળાંક ઉપર પસાર થતા સમયે ચાલક વકુલભાઈએ રોડ ઉપર આવેલા ઉંડા ખાડાના પગલે સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા ટેમ્પોમાં આગળ કેબીનમાં બેસેલા ચાલક વલકુભાઈ તેમની પત્ની તથા 2 વર્ષીય છોકરો રાહુલ બેઠો હતો. ખાડામાં પડ્યા બાદ બેકાબુ ટેમ્પો પલ્ટી મારી જતા ટેમ્પોની અંદર બેસેલો ચાલક તેમજ પત્ની અને છોકરાને નાની-મોટી ઈજા થતા નજીક આવેલી દિનબંધુ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ઈજાગ્રસ્તો પૈકી 2 વર્ષીય પુત્ર રાહુલ ઉર્ફે બાઉલનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application