Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કન્ટેનર રેલીંગ તોડી પલ્ટી ગયું

  • September 03, 2021 

મુંબઈથી અમદાવાદ જતું કન્ટેનર નેશનલ હાઈવે નંબર-48 ઉપર પલસાણા તાલુકાનાં ચલથાણ ગામની સીમમાં રેલ્વે ઓવબ્રિજ ઉતરતા પલટી ગયું હતું. જોકે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. પૂરઝડપે આવી રહેલ એક ટ્રક ચાલકે કન્ટેનરને પાછળથી ટક્કર મારતા ઘટના બની હતી.

 

 

 

 

 

બનાવ અંગેની વિગત એવી છે કે, આજરોજ વહેલી સવારે સાડા પાંચ વાગ્યાના સુમારે મુંબઈથી અમદાવાદ જતું કન્ટેનર નંબર એમએચ/46/બીએમ/6394 નેશનલ હાઇવે નંબર-48 ઉપર ચલથાણ ગામની સીમમાંથી રેલવે ઓવરબ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યું હતું. તે સમયે એક ગાડી આગળના ભાગે બંધ પડી હતી જેને કારણે કન્ટેનર ચાલકે ઓવરટેઇક કરવા જતા પાછળથી પુરઝડપે આવતી ટ્રકે ટક્કર મારતા કન્ટેનર ચાલક સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કન્ટેનર રેલીંગ તોડી પલ્ટી મારી ગયું હતું જ્યારે ટ્રકમાં સવાર ઈસમોને સામાન્ય ઇજા થઇ હતી. જોકે આ કન્ટેનર જે જગ્યાએ પલ્ટી મારી ગયું છે ત્યાંથી સો ફૂટ પહેલા આવેલી રામ કબીર સોસાયટીની પાછળ માલધારી વસાહતમાં રહેતા અનેક લોકો રહે છે અને ત્યાં નજીકમાં જ પોતાના પશુઓ બાંધ્યા હતા અને આજરોજ વહેલી સવારે રાત્રીના અંધકારમાં આ જગ્યાએથી સો ફૂટ દૂર કન્ટેનર પલ્ટી ગયું હતું. જોકે સદનસીબે મોટી દુર્ઘટના થતા ટળી ગઈ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application