Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કારને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા કાર ચઢી રેલિંગ ઉપર

  • August 31, 2021 

સુરતના પલસાણા તાલુકાનાં જોળવા ગામની સીમમાં હાઇવે ઉપરથી પસાર થઈ રહેલ કારને પાછળથી અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા કાર પલટી મારી રેલિંગ ઉપર ચઢી ગઈ હતી. જોકે, અકસ્માતમાં કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો.

 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પલસાણાનાં જોળવા પાટીયા નજીક હાઇવે ઉપર કાર નંબર જીજે/05/આરડી/1696નો ચાલક કાર લઈ બારડોલીથી કડોદરા તરફ જઈ રહ્યો હતો. તે સમયે વાહન ચાલકે કારને પાછળથી ટક્કર મારી હતી અને કાર આગળ ચાલતા અન્ય વાહન સાથે અથડાયા બાદ પલ્ટી મારી હાઇવે ઉપર બનાવવામાં આવેલ રેલિંગ પર ચઢી ગઈ હતી. જોકે, આ અકસ્માતમાં ચાલકનો આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ ઉપર આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી શરૂ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application