Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વિદેશી દારૂના જથ્થા સાથે કાર ચાલક ઝડપાયો

  • January 21, 2021 

સુરત ગ્રામ્ય એલ.સી.બી. પોલીસ પેટ્રોલિંગ કરી હતી. તે સમય દરમિયાન મળતી માહિતી મુજબ, એક ફોર્ડ ફીએકટા કાર નંબર જીજે/05/સીજે/3115નો ચાલક દારૂનો જથ્થો લઈ નવીપારડી હજીરા રોડ ઉપરથી શેખપુર ગામે જનાર છે.

 

 

જેના આધારે એલ.સી.બી. પોલીસે વેલંજા ગામમાં વોચ ગોઠવી હતી. તેઓને મળતી મહિતી મુજબની કાર આવતી જોવા મળતા કારને અટકાવી પોલીસે તપાસ હાથ ધરતા કારમાંથી વિદેશી બનાવટના દારૂની 173 બોટલો મળી આવી જેની કીંમત રૂપિયા 29,10૦/- તથા કાર મળી કુલ રૂપિયા 70,100/-નો મુદ્દામાલ કબ્જે કરી, પોલીસે કાર ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application