ઘરેલુ હિંસા અને ઉત્પીડનના કેસમાં નવ પરણીત વહુ પતિ, સાસુ, સસરા સહિતના પરિવાર પર કેસ કરતી હોય છે પરંતુ હવે સાસુ પણ વહુ પર ડોમેસ્ટિક વાયોલન્સની ફરિયાદ કરી શકશે. અલ્હાબાહ હાઇકોર્ટે પોતાના એક ઐતિહાસિક નિર્ણયમાં આ સ્પષ્તા કરી હતી. આ ચુકાદો સાસુએ વહુ પર ઘરેલું હિંસાનો કેસ કર્યો હતો, નિચેલી કોર્ટના નિર્ણયને પડકારતા વહુએ હાઇકોર્ટમાં ન્યાય માંગ્યો હતો જેમાં ન્યાયમુર્તિ આલોક માથુરની અધ્યક્ષમાં સુનાવણી દરમિયાન સ્પષ્ટતા કરવામાં આવી હતી કે ઘરેલુ હિંસા અધિનિયમ,૨૦૦૫ ની કલમ ૧૨ હેઠળ જો સાસુ માનસિક અને શારીરિક ઉત્પીડનનો સામનો કરતી હોયતો તે પીડિત મહિલા તરીકે ફરિયાદ કરવાની હકકદાર છે.
આ સાથે જ હાઇકોર્ટે નિચેલી અદાલતના ચુકાદાને સાચો ગણાવ્યો હતો, ઘરેલું હિંસા હેઠળ માત્ર વહુને જ નહી સાસુને પણ સંરક્ષણ પ્રાપ્ત છે. ચુકાદામાં વધુમાં જણાવાયું છે કે, જો કોઇ મહિલા સાથે રહેતી હોય અને ઘરેલું બાબતમાં અત્યાચારનો સામનો કરતી હોયતો તેને પીડિત મહિલા ગણવામાં આવશે. એ રીતે સાસુ પણ વહુ વિરુધ કેસ કરીને ન્યાય માંગી શકે છે. કાયદા નિષ્ણાતોનું માનવું છે કે અલ્હાબાદ હાઇકોર્ટનો નિર્ણય ઘરેલુ હિંસાના કાનુનની વ્યાખ્યાનો વ્યાપ વધારનારો છે. જેમાં નવ પરણીત મહિલા જ નહી પરિવારની વડિલ વૃધ્ધ મહિલાને પણ કાનુની સંરક્ષણ આપે છે. ઘરેલું હિંસાનો કાયદો માત્ર વહુઓની સુરક્ષા પુરતો જ સીમિત નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500