સુરતના સચીન જીઆઈડીસી રોડ નં-૬ ગાડીયા સાડી પ્રા.લી.ની સામેથી ઈંગ્લીશ દારૂ ભરેલ અટીંગા ગાડી સાથે ક્રાઈમ બ્રાન્ચે બુટલેગર સહિત ત્રણ ખેપીયાઓને ઝડપી પાડી તેમની પાસેથી રૂપિયા ૧.૬૪ લાખનો ઈંગ્લીશ દારૂ, ચાર મોબાઈલ અને ગાડી મળી કુલ રૂપિયા ૧૦.૧૫ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો જયારે દમણથી માલ મોકલનાર બુટલેગરને વોન્ટેડ બતાવ્યો હતો.
ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા મુજબ, ગતરોજ સવારે સવ્વા અગિયાર વાગ્યાના આરસામાં સચીન જીઆઈડીસી રોડ નવં-૬ પ્લોટ નંબર આઈ-૨૦ ગાડીયા સાડી પ્રા.લી.ની સામે રોડ પરથી અર્ટીંગા ગાડીમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા ધનરાજ વેંકેટશ્વર ગુજારા (ઉ.વ.૨૩, રહે.ઘાટી શેરી,નાની દમણ), ક્રુણાલ દિપક હળપતિ (ઉ.વ.૨૨, રહે.આંઘીયાશેરી, તીનબત્તી, દમણ) અને ધર્મેશ ઉર્ફે દેવ જીતેન્દ રાણા (ઉ.વ.૨૭, રહે.આમલીશેરી,વાડીફળિયા)ના ઓને ઝડપી પાડ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે ગાડીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની જુદીજુદી કંપનીની ૭૫૦ મી.લી.ની કંપનીની બોટલ નંગ-૨૬૪ જેની કીંમત રૂપિયા ૧,૬૪,૬૪૦/- ચાર મોબાઈલ અને કાર મળી કુલ રૂપિયા ૧૦,૧૫,૧૪૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
વધુમાં પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે, વાડીફળિયાના ધર્મેશ રાણાએ ઈંગ્લીશ દારૂનો ઓર્ડર આપતા ધનરાજ અને ક્રુમાણે દમણના દક્ષ નામના બુટલેગર પાસેથી માલ ખરીદ્યો હોવાની કબુલાત કરતા ક્રાઈમ બ્રાન્ચે દક્ષને વોન્ટેડ બતાવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500