સુરત શહેરમાં મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલની મહિલા રેસિડન્ટ ડોક્ટરે હોસ્ટેલમાં રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળી આવી હતી. જોકે તેની પાસેથી ઇન્જેક્શન મળી આવતા તેને આત્મહત્યા કરી હોવાની શક્યતા સેવાઇ રહી છે. બનાવની વિગત એવી છે કે, મૂળ બારડોલીની વતની અને હાલમાં સ્મીમેર હોસ્પિટલ કેમ્પસનાં હોસ્ટેલમાં રહેતી મહિલા ડોક્ટર સ્મીમેર હોસ્પિટલના આવેલા ગાયનેક વિભાગમાં બીજા વર્ષના રેસિડન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવે છે.
જોકે આજરોજ સવારે તેનો રૂમનો દરવાજો સાથી ડોક્ટરે ઘણી વખત ખખડાવ્યો હતો પણ તેને અંદરથી કોઈ જવાબ નહી આપતા શંકા થઈ હતી અને ત્યારબાદ અન્ય ડોક્ટર અને સ્ટાફ મળીને દરવાજાને ધક્કો મારીને તોડી નાખ્યો હતો અને અંદર પ્રવેશતા જોવા મળ્યું હતું કે, મહિલા ડોક્ટર બેડ પર મૃત હાલતમાં પડી હતી અને તેમની પાસેથી ઇન્જેક્શન મળી આવ્યું હતું જેથી અંદાજો લગાવી શકાય કે મહિલા ડોક્ટરે ઇન્જેક્શન મૂકી જીવન ટૂંકાવ્યું હોવાની શક્યતા છે જોકે આ અંગે હકીકત શું થયું અને કયા કારણસર આ પગલું ભર્યું પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. બનાવ અંગે વરાછા પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application