સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાનાં કન્યાસી ગામમાં આવેલ શ્રીજી ફેબ કંપની બંસરી વિભાગ-03ની સામે પાર્ક કરેલ બાઈક અજાણ્યા ઈસમો ચોરી ગયા હતા. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, માંગરોળ તાલુકાનાં રતોલા ગામે રહેતો 20 વર્ષીય યુવક શૈલેષભાઈ લક્ષ્મણભાઈ ગામીત, જે ઓલપાડ તાલુકાનાં કન્યાસી ગામમાં આવેલ શ્રીજી ફેબ કંપનીમાં કામ કરે છે અને તે સાંજના 6 વાગ્યાની આસપાસ બાઈક નંબર જીજે/19/બીસી/9757 ઉપર સવાર થઈ નોકરીએ આવ્યો હતો જેણે પોતાની બાઈક કંપનીની સામે આવેલ જગ્યામાં સ્ટેયરિંગ લોક મારી પાર્ક કરેલી બાઈક રાત્રિના સમયે કોઈ અજાણ્યા ઈસમો સ્ટેયરિંગ લોક તોડી 75 હજારની કિંમતની બાઈકની ચોરી કરી ગયા હતા. આ ઘટના અંગે યુવકે કીમ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application