સુરત પાલિકા વિસ્તારમાં હાલ મેટ્રોની કામગીરી ચાલી રહી છે, જેથી મેટ્રોની કામગીરી વચ્ચે સેન્ટ્રલ ઝોનમાં પાણીની નડતરરૂપ લાઈન ખસેડવાની કામગીરી કરવામા આવશે. આગામી દિવસોમાં કરવાની હોવાથી આગામી તારીખ 25 અને 26 મે નાં રોજ સુરત પાલિકાનાં સેન્ટ્રલ અને કતારગામ ઝોનનાં કેટલાક વિસ્તારમાં પાણી પુરવઠો મળશે નહીં, પાણીની લાઈન સિફ્ટ કરવાની કામગીરી પુરી થયાં બાદ પાણી પુરવઠો રાબેતા મુજબ આપવામા આવશે.
જોકે તારીખ 25 અને 26 મે નાં રોજ પાણી પુરવઠો જે વિસ્તારમાં મળવાનો ન હોય ત્યાં પાણીની કરકસરપુર્વક ઉપયોગ કરવા અને જરૂરિયાત પુર્વકનાં પાણીનો સંગ્રહ કરવા અપીલ પાલિકા તંત્રએ કરી છે. સુરત પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં મસ્કતિ હોસ્પીટલ પાસે મેટ્રોનાં સ્ટેશનની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીમાં સુરત પાલિકાની પસાર થતી 750 મીમી વ્યાસની પાણીની લાઈન નડતરરૂપ છે. આ લાઈન ખસેડવાની કામગીરી ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનનાં કોન્ટ્રાક્ટર દ્વારા હાથ ધરવામાં આવશે.
લાઈન જોડાણની કામગીરી રાજમાર્ગ પર મહિધરપુરા પોસ્ટ ઓફિસ તેમજ ક્લોક ટાવર તરફે બંને બાજુ હાથ ધરવામાં આવશે. આ કામગીરી સાથે સાથે મસ્કતિ ર્હોસ્પિટલ પાસે 200 મી.મી. તથા દક્ષિણ વિભાગ તરફે મહિધરપુરા પોસ્ટ ઓફિસની સામે 300 મી.મી અને મલ્ટી લેવલ પાર્કિંગની સામે તૈયબી સ્ટ્રીટમાં 300 મી.મી. તથા મલ્ટી લેવલ પાર્કિંગની સામે બુરહાની મસ્જિદ સ્ટ્રીટમાં 100 મી.મી. વ્યાસના હયાત જુની લાઈનોના જોડાણો તેમજ તેના પર વાલ્વી ફીલીંગ કરવાની કામગીરી પણ કરવામાં આવશે.
આ પ્રકારની કામગીરી તારીખ 24 મે નાં બુધવારનાં રોજ સવારે 8 વાગ્યાથી શરૂ કરવામા આવશે. જેના કારણે સેન્ટ્રલ ઝોનમાં સમાવિષ્ટ ઉત્તર વિભાગનાં તમામ વિસ્તારો તથા કતારગામ ઝોનમાં કેટલાક વિસ્તારમાં 24 મે નાં રોજ બુધવારે સાજે સેન્ટ્રલ ઝોનમાં સમાવિષ્ટ દક્ષિણ વિભાગનાં તમામ વિસ્તારોમાં પાણી પુરવઠો મળશે નહીં. આ ઉપરાંત તારીખ 25 મે નાં રોજ ગુરૂવારે પણ શહેરનાં સેન્ટ્રલ અને કતારગામ ઝોન વિસ્તારમાં પાણી પુરવઠો મળી શકશે નહીં. બે દિવસ એટલે કે તારીખ 25 અને 26 મે નાં રોજ પાણી પુરવઠો જે વિસ્તારમાં મળવાનો ન હોય ત્યાં પાણીની કરકસરપુર્વક ઉપયોગ કરવા અને જરુરિયાત પુર્વકનાં પાણીનો સંગ્રહ કરવા અપીલ પાલિકા તંત્રએ કરી છે.
આ વિસ્તારમાં થશે પાણી પુરવઠા પર અસર...
સેન્ટ્રલ ઝોન : રેલ્વે સ્ટેશન, સુમુલ ડેરી, દિલ્હી ગેટથી ચોક બજાર, રાજમાર્ગથી ઉત્તર તરફના વિસ્તારમાં મહીધરપુરા, રામપુરા, હરીપુરા, સૈયદપુરા, ધાસ્તીપુરા, શાહપોર-નાણાંવટ અને આજુબાજુનો સમગ્ર વિસ્તાર વિસ્તારમાં બુધવારે સાંજનો સપ્લાય બંધ રહેશે.
કતારગામ ઝોન : કતારગામ દરવાજા, સુમુલ ડેરી રોડ, અલકાપુરી, ગોટાલાવાડી, કતારગામ બાળાશ્રમ તથા તેની આજુબાજુનો સમગ્ર વિસ્તારમાં સાંજનો સપ્સલાય બંધ રહેશે.
ગુરૂવારનાં રોજ આ વિસ્તારમાં રહેશે પાણી પુરવઠો બંધ...
સેન્ટ્રલ ઝોન : બેગમપુરા, સલાબતપુરા, ગોપીપુરા, સગરામપુરા, નાનપુરા, રૂદરપુરા, સોની ફળિયા અને તેની આસપાસનાં વિસ્તારમાં પાણી પુરવઠો સદંતર બંધ રહેશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500