સુરત શહેરનાં સગરામપુરા વિસ્તારમાં આવેલા રમીઝ એપાર્ટમેન્ટની ગલીમાં આવેલા અંજુમ એપાર્ટમેન્ટ ગ્રાઉન્ડ ફ્લોર પર મીટરમાં શોર્ટ-સર્કિટ થતા મીટર પેટીમાં આગ લાગી ગઈ હતી. જોત-જોતામાં આગ પ્રસરતાં આજુ-બાજુના 12 જેટલા મીટરને આગે લપેટમાં લીધી હતી જેના લીધે ધુમાડો નીકળવા માંડ્યો હતો. મીટર પેટીમાં લાગેલી આગના ધુમાડા ઉંચે સુધી ઉઠયાં હતાં.
જેથી એપાર્ટમેન્ટના રહિશોની સાથે આસપાસના વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાતા ભારે ભાગદોડ થઈ જવા પામી હતી. આગના ધુમાડો ઉપર સુધી આવતાં લોકોએ જીવ તાળવે ચોંટી ગયા હતા બાદમાં તે એપાર્ટમેન્ટના એક ફ્લેટની બારીમાંથી બીજા ફ્લેટમાં જીવ જોખમમાં મૂકી કેટલાક વ્યક્તિઓ ગયા હતા.
આ અંગે ફાયર ઓફિસર નિલેશ દવેને જાણ થતાં તરત ફાયર કાફલા મજુરાગેટ, માન-દરવાજા અને નવસારી બજાર સાહેબની ગાડી સાથે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે ધસી આવ્યા હતા. જોકે, થોડા સમયમાં ફાયર જવાના હોય આગ પર કાબુ મેળવ્યો હતો અને જોકે આ બનાવમાં કોઇપણ પ્રકારની જાનહાનિ થઇ નહી હોવાનું ફાયર સૂત્રોએ જણાવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500