સુરતના માંડવી તાલુકાનાં તડકેશ્વર ગામની સીમમાં અવાર નવાર દીપડો નજરે પડતાં સ્થાનિક ગ્રામજનોએ માંડવી વન વિભાગને જાણ કરતાં પાંજરું મૂકવામાં આવ્યું હતું જેમાં આજરોજ વહેલી સવારે 4 વર્ષીય દીપડો પાંજરે પુરાયો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, માંડવી તાલુકાનાં તડકેશ્વર ગામની સીમમાં ખેતરાડી વિસ્તારમાં અવાર નવાર દીપડો નજરે પડી રહયો હતો. જે અંગે ગામના સુરેશભાઇ વસાવાએ માંડવી વન વિભાગને જાણ કરી હતી અને વનવિભાગ દ્વારા મારણ સાથે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં આજરોજ વહેલી સવારે મારણ ખાવાની લાલચે ચાર વર્ષીય દીપડો પાંજરે પુરાયો હતો. વનવિભાગે સ્થળ ઉપર પહોંચી તેનો કબ્જો મેળવી તંદુરસ્તીની ચકાસણી કરી તેને દૂર જંગલમાં છોડવાની કામગીરી શરૂ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application