સુરતનાં માંડવી તાલુકાનાં પાતલ ગામે વન્યપ્રાણી દિપડીના બે બચ્ચાં મળી આવ્યા હતા. જે અંગે સુરત વન વિભાગની માંડવી દક્ષિણ રેંજના રેંજ ફોરેસ્ટ ઓફિસરને ટેલીફોનીક જાણ કરતા ખોડાંબા–૨ રાઉન્ડના ફોરેસ્ટર તથા રોજમદારો સાથે તાત્કાલિક સ્થળ પર પહોચી જઈ સ્થળ તપાસ કરી દિપડીના બચ્ચાંનો કબજો લઈ ખોડાંબા હેડકવાર્ટર ખાતે રાખવામાં આવ્યા હતા.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, માંડવી દક્ષિણ રેંજના કાર્ય વિસ્તારમાં આવતા ખોડાંબા–2 રાઉન્ડની પાતલ બીટ વિસ્તારના પાતલ ગામે જશવંતભાઈ ડાહયાભાઈ ગામીત (રહે.પાતલ ગામ) તેઓ સવારના 7.30 કલાકે પોતાના ખેતરમાં કામ અર્થે ગયા હતા. તે સમયે ખેતરને અડીને આવેલ કોતરમાં દિપડીના બે બચ્ચાં જોવા મળતા સુરત વન વિભાગની માંડવી દક્ષિણ રેંજના રેંજ ફોરેસ્ટ ઓફિસરને ટેલીફોનીક જાણ કરતા ખોડાંબા–2 રાઉન્ડના ફોરેસ્ટર તથા રોજમદારો સાથે તાત્કાલિક સ્થળ પર પહોચી જઈ સ્થળ તપાસ કરી દિપડીના બચ્ચાંનો કબજો લઈ ખોડાંબા હેડકવાર્ટર ખાતે રાખવામાં મુકવામાં આવ્યા છે.
જયારે આ માદા દીપડાના બચ્ચાંની ઉંમર ૩ માસના હોવાનું વન વિભાગે જણાવ્યું હતું. માંડવી દક્ષિણ રેંજના રેંજ ફોરેસ્ટ ઓફિસરના માર્ગદર્શન હેઠળ દિપડીના બચ્ચાં જે સ્થળ પરથી મળી આવેલ હતા એ સ્થળ પર સીસીટીવી, ટ્રેપ કેમેરા ગોઠવી બચ્ચાંને બાસ્કેટમાં મુકી તેની માતા સાથે મિલન કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500